દ્વારકા(Dwarka) માં દર વર્ષે જન્માષ્ટમી(Janmashtmi) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે આ વર્ષે કોરોના ગાઈડલાઇનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિર દ્વારકાધીશ મંદિર ચાર ધામોમાંનું એક છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર આ મંદિર સાથે જોડાયેલી રોચક બાબતો આ મુજબ છે.
ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિંદુઓનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહિયાં ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનો અર્થ તે દ્વારકાના રાજા છે. દ્રાપર યુગમાં તે ભગવાન કૃષ્ણની તે રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે.
આ મંદિરના શિખર પર લગાવવામાં આવેલી ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ દિશામાં લહેરાય છે. ૫૨ ગજની ધજા મુદ્દે માન્યતા છે કે દ્વારકામાં ૫૬ પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું. તે તમામને પોતાના ભવન હતા. જેમાં ભગવાન કૃષ્ણ, બલરામ, અને અનિરુદ્ધજી,પ્રદ્યુમનજી દેવરૂપ હોવાના લીધે તેમના મંદિર બન્યા છે. આ મંદિરના શિખર પર પોતાનો ધ્વજ લહેરાવે છે.
આ ઉપરાંત આ તમામ ૫૨ યાદવોના પ્રતિકના ભાગરૂપે મંદિર પર ૫૨ ગજની ધજા લહેરાવવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ માટે ગોમતી માતા મંદિર સામે ૫૬ પગથિયા તેનું પ્રતિક છે.મંદિરમાં સાતમા માળે લહેરાતી આ ધજા ને નિહાળીને કૃષ્ણભક્ત દુરથી શીશ નમાવી લે છે. આ ધ્વજા અંદાજે ૮૪ ફૂટ લાંબી છે અને તેમાં અનેક રંગો છે.
મંદિર પર લહેરાતી ધ્વજાના સૂર્ય અને ચંદ્રનું પ્રતિક લગાવેલું છે. સૂર્ય અને ચંદ્ર શ્રીકૃષ્ણના પ્રતિક માનવામાં આવે છે. તેથી જ મંદિર પર સૂર્ય ચંદ્રના નિશાનવાળી ધજા લહેરાય છે.
દ્વારકાધીશની ધજા દિવસમાં ત્રણ વાર સવાર, બપોર અને સાંજે ત્રણ વાર બદલવામાં આવે છે. શિખર પર ધજા રોહણ અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણો પાસે છે. દરેક સમયે અલગ અલગ રંગની ધ્વજા ચઢાવવામાં આવે છે.
મંદિરના શિખર પર લાગનારી દરેક રંગની ધજા નું અનોખું મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, પરાક્રમ ધનધાન્ય, વિપુલ સંપતી અને સમૃદ્ધીનું પ્રતિક છે. લીલો કલર આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતિક માનવામાં આવે છે.
આ પણ વાંચો : Krishna Janmashtami 2021: શ્રી કૃષ્ણના જે ચરણમાં સમાઈ ગયો છે આખો સંસાર, જાણો તેમનો મહિમા અને પૂજા કરવાનું ફળ
Published On - 9:12 pm, Mon, 30 August 21