AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં આગામી 72 કલાક પડશે કાળજાળ ગરમી, તાપમાનનો પારો 40 થી 42 વચ્ચે રહેવાની શક્યતા-

હવામાન વિભાગ પ્રમાણે જ 24 કલાકમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધી ગયો છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી ગરમીથી સાચવીને જ રહેજો કારણ કે ગરમી મચાવી શકે છે કહેર. આગામી 72 કલાક ગરમીથી કોઇ રાહત મળવી શકયતાઓ નથી. રાજ્યના મહાનગરોમાં 40થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે.

રાજ્યમાં આગામી 72 કલાક પડશે કાળજાળ ગરમી, તાપમાનનો પારો 40 થી 42 વચ્ચે રહેવાની શક્યતા-
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2025 | 8:36 PM
Share

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ ધોમધગતા તાપનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી દીધી છે. અચાનક ગરમી વધતા લોકોની મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ખુબ જ આકરી ગરમી રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત માટે ગરમીની આગાહી છે.

ગરમીનો પારો બેફામ રીતે ઉચકાયો છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં તો ગરમીએ ભુક્કા કાઢી નાંખ્યા છે. રવિવારે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રવિવારે આખા દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પડી હતી. 41.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે વ્યારામાં 40.8 ડિગ્રી, મોરબીમાં 40.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી નોંધાઈ હતી.

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે યલો એલર્ટની વોર્નિંગ આપી દીધી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. ત્યારે આ સિઝનમાં અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું છે. AMCએ પણ ગરમીને જોતા તૈયારીઓ શરૂ કરી દીધી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત મહાનગર પાલિકાએ પણ નાગરિકોને ગરમીના કહેરથી બચાવવા માટે તૈયારીઓ તેજ કરી છે. માર્ચ મહિનાના બીજા સપ્તાહથી ગરમીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે. હજુ આગામી 3 દિવસ સુધી આવી જ આકરી ગરમી પડશે. 14 માર્ચ બાદ થોડી રાહત મળવાની શકયતાઓ છે. એટલે આગામી 72 કલાક કાળજાળ ગરમીથી બચીને રહેજો અને કામ વિના બહાર નીકળવાનુ ટાળજો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">