જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર,ખંઢેરા,માટલી,ખાંનકોતડા,બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જેમાં ઉપરા ઉપરી બે આંચકા અનુભવાયા છે. તેમજ પ્રાથમિક માહિતી મુજબ અંદાજે રિક્ટર સ્કેલ 3.5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.
સૌરાષ્ટ્રમાં ગુરૂવારે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની અસર જામનગર અને દેવભુમિ દ્રારકા જીલ્લામાં થઈ હતી. આંચકો અનુભવતાની સાથે લોકો ગભરાઇને ઘરની બહાર દોડી ગયા હતા. જામનગરથી 14 કીમી દુર બેડ અને ખાવડી વચ્ચેના વિસ્તારમાં એપી સેન્ટર નોંધાયું છે.
જેમાં સાંજે 7-13 વાગે ભૂકંપનો 4.3ની તિવ્રતાનો આંકચો નોંધાયો હતો. સતત 2 થી 4 સેન્કડ સુધીની તેની અસર લોકોએ અનુભવી હતી. જામનગર જીલ્લાના 6 તાલુકામાં તેની અસર જોવા મળી. પરંતુ કોઈ જાનહાનિ કે નુકશાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. જામનગરથી ખંભાળીયા તરફના હાઈવે પર આવતા ગામમાં તેની વધુ અસર થઈ હોવાનુ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.
જેમાં વસઈ, આમરા, જીવાપર, સિકકા, ખાવડી, સહીતના ગામમાં લોકોએ ભુંકપના આંચકો અનુભવ્યો હતો. આંચકો આવતાની સાથે કેટલીક જગ્યાએ લોકો ગભરાટથી ઘરની બહાર દોડી ગયા હતા. કાલાવડ પંથકમાં ભુંકપની અસર જોવા મળી. સાથે કાલાવડના આસપાસના ગામમાં ભૂકંપથી લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.
કાલાવડ તાલુકાના ખંઢેરા, હરીપર, માટલી, ખાનકોતડા, બેરાજા સહીતના વિસ્તારમાં ભુંકપનો આંચકો અનુભવાયો હતો. રીકટર સ્કેલ 4.3 ની તિવ્રતાનો આંચકો નોંધાયો પરંતુ કોઈ નુકશાની કે જાનહાની થઈ નથી. જામનગરની સાથે દેવભુમિદ્રારકા જીલ્લામાં તેની અસર લોકો અનુભવી હતી. દેવભુમિદ્રારકા જીલ્લાના ખંભાળીયા થી વડત્રા સુધીના ગામ્ય પંથકમાં ભુંકપના આંકચાનો અનુભવ સ્થાનિકો કર્યો
આ પણ વાંચો : Alia Bhatt એ પોતાની સ્ટાઇલ બદલી, ચાહકો સાથે શેર કરી નવી સ્ટાઇલિશ તસ્વીરો
આ પણ વાંચો : Gujarat ના રાજકારણમાં ફરી આનંદી બહેનના નામની ચર્ચા, મંત્રી મનસુખ માંડવિયા અને નરેશ પટેલે યાદ કર્યા