Gujarat ના રાજકારણમાં ફરી આનંદી બહેનના નામની ચર્ચા, મંત્રી મનસુખ માંડવિયા અને નરેશ પટેલે યાદ કર્યા

પાટીદાર સમાજના સમર્પણ અંગે વાત કરતા માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે એક તરફ રાજધર્મ હતો અને એક તરફ સમાજ પ્રત્યેનું કર્તવ્ય હતું પરંતુ આનંદી બહેન પટેલે રાજધર્મને અપનાવ્યો

Gujarat ના રાજકારણમાં ફરી આનંદી બહેનના નામની ચર્ચા, મંત્રી મનસુખ માંડવિયા અને નરેશ પટેલે યાદ કર્યા
Minister Mansukh Mandaviya and Naresh Patel recall Anandi ben Patel name Gujarat Politics heated up 
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 19, 2021 | 6:51 PM

સૌરાષ્ટ્રની જન આર્શિવાદ રેલી દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી જેમાં પોતાની રજતતુલા દરમિયાન મનસુખ માંડવિયાએ આનંદીબેન પટેલને યાદ કર્યા હતા.લેઉવા પટેલ સમાજના અભિવાદન કાર્યક્રમમાં માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતમાં પાટીદાર સમાજનું મહત્વ છે અને ગુજરાતની વિકાસ યાત્રામાં પાટીદાર સમાજે પોતાનો પરસેવો રેડ્યો છે.

પાટીદાર સમાજના સમર્પણ અંગે વાત કરતા માંડવિયાએ કહ્યું હતુ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે એક તરફ રાજધર્મ હતો અને એક તરફ સમાજ પ્રત્યેનું કર્તવ્ય હતું પરંતુ આનંદી બહેન પટેલે રાજધર્મને અપનાવ્યો.સત્તા ગઇ તો ભલે ગઇ પરંતુ આનંદી બહેને રાજધર્મ અપનાવ્યો જે પાટીદાર સમાજ જ કરી શકે છે.

આનંદી બહેને સૌથી વધારે મનસુખભાઇએ મદદ કરી-નરેશ પટેલ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મનસુખ માંડવિયાની વાતને આગળ લઇ જતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતુ કે રાજકીય ક્ષેત્રે સમાજે ઘણું ગુમાવ્યું છે.આનંદીબેન જે વિકટ સ્થિતિમાં હતા ત્યારે તેને સૌથી વધારે મદદ મનસુખભાઇએ કરી હતી તેનો હું સાક્ષી છું. આનંદી બહેન પટેલે જે રાજધર્મ અપનાવ્યો તે પાટીદાર સમાજ જ કરી શકે.

રજતતુલા માટે આવેલી ૭૫ કિલો ચાંદી ખોડલધામમાં અર્પણ કરાઇ

ખોડલધામ ખાતે મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી.આ રજત તુલામાં ૭૫ કિલો ચાંદી જોખવામાં આવી હતી.  મનસુખ માંડવિયાએ આ ચાંદી ખોડલધામ મંદિરને અર્પણ  કરી  હતી અને મંદિરના વિકાસ માટે આ ચાંદીનો ઉપયોગ કરવા કહ્યું હતું.

પાટીદાર સમાજના કાર્યક્રમમાં આનંદી બહેનેનું નામ આવતા રાજકારણ ગરમાયું 

ખોડલધામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં લેઉવા પટેલ કડવા પટેલ સમાજના આગેવાનો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા અને તેની વચ્ચે આનંદીબહેનના નામની ફરી ચર્ચા થતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.એક તરફ પ્રવર્તમાન સરકાર સામે પાટીદાર સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને તેની વચ્ચે આનંદી બહેનના નામની ચર્ચાથી ફરી રાજકારણ ગરમાયું છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની જન આર્શિવાદ રેલી દરમિયાન માંડવિયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.રાજકોટના અટલ બિહારી ઓડિટોરીયમમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સાથે શુભેચ્છા બેઠક કરી હતી. જેમાં પાટીદાર સમાજના બે નેતાઓને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપીને યોગ્ય પ્રભુત્વ આપ્યું હોવાનું કહ્યું હતું.

મનસુખ માંડવિયાએ કહ્યું હતુ કે પાટીદાર એટલે ભાજપ,ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારની મતપેટીઓ ખૂલે તેમાં ભાજપને મત મળે છે.પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ મોદી સરકારે આપ્યું છે અને દેશના મહત્વના મંત્રાલયો પણ સોંપ્યા છે.મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજને અપીલ કરી હતી કે નયા ભારતના નિર્માણમાં પાટીદાર સમાજે મોદી સરકારનો સાથ આપવો જોઇએ.

આ પણ વાંચો :  Viral Video: મહિલાએ પક્ષીઓને બોટલથી પાણી પીવડાવ્યા બાદ ખવડાવ્યુ ખાવાનુ, વીડિયો જોઈને તમારો દિવસ સુધરી જશે

આ  પણ વાંચો :  Ahmedabad : ઈસનપુરમાં ડબલ મર્ડર, આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">