AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs scandal : સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઇ પટ્ટીમાં ડ્રગ્સની હેરાફેરી આસાન કેમ ? તાજ આતંકી હુમલામાં આ પટ્ટીનો ઉપયોગ કરાયો

પોરબંદરના ગોસાબારાથી લઇને તાજ આતંકી હુમલો કે ત્યારબાદ થતી ડ્રગ્સની ઘુસણખોરીમાં દરીયાઇ પટ્ટીનો ઉપયોગ થતો આવ્યો છે આ પ્રથમ વખત નથી અગાઉ અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ આ દરિયાઇ પટ્ટી પરથી થઇ છે.

Drugs scandal : સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઇ પટ્ટીમાં ડ્રગ્સની હેરાફેરી આસાન કેમ ? તાજ આતંકી હુમલામાં આ પટ્ટીનો ઉપયોગ કરાયો
Drugs scandal: Why is it easy to smuggle drugs across Saurashtra-Kutch coast? (ફાઇલ)
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 11, 2021 | 4:14 PM
Share

પાકિસ્તાન-સાઉદી દેશોમાંથી નશીલા પદાર્થ દરિયાઇ સીમામાં પહોંચાડવામાં આવે છે અને દેશભરમાં સપ્લાય થાય છે. દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ૩૧૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાવવાને કારણે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ફરી વિવાદમાં આવ્યો છે.પોરબંદરના ગોસાબારાથી લઇને તાજ આતંકી હુમલો કે ત્યારબાદ થતી ડ્રગ્સની ઘુસણખોરીમાં દરીયાઇ પટ્ટીનો ઉપયોગ થતો આવ્યો છે આ પ્રથમ વખત નથી અગાઉ અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ આ દરિયાઇ પટ્ટી પરથી થઇ છે.ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારો જેટલો ઉપયોગી સાબિત થઇ રહ્યો છે તેની સાથે સાથે જો સાવચેતી રાખવામાં ન આવે તો પાકિસ્તાન જેવા નાપાક ઇરાદાઓ ધરાવતા પાડોશી દેશો માટે મોકળું મેદાન પણ બની રહ્યો છે જો કે સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આવી ધુસણખોરીઓ અટકાવી શકાય છે.

છેલ્લા થોડા સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છથી પકડાયેલા ડ્રગ્સની યાદી

ડિસે. ૨૦૧૬- મુંદરા અદાણી પોર્ટ ઉપરથી નિકળેલા જહાજમાંથી શ્રીલંકામાં ૮૦૦ કિલો કોકેન પકડાયું હતું. જેની કિંમત ૧૨૦૦ કરોડ હતી. આ કંસાઈન્ટમેન્ટ ગાંધીધામની ટીમ્બર પેઢીના નામે હતું અને જહાજ સાઉદી અરેબીયાથી ભારત આવ્યું હતું.

જુલાઈ-૨૦૧૭ બ્લુચિસ્તાનમાંથી ગુજરાત આવવા નિકળેલ જહાજમાંથી કોસ્ટગાર્ડે ૧૫૦૦ કિલો હેરોઈન કોસ્ટગાર્ડે દરિયામાંથી ઝડપી પાડયો હતો.સોમનાથ નજીકની દરિયાઇ પટ્ટી પરથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું,

ઓગસ્ટ-૨૦૧૮: સલાયા નજીક બોટમાં હેરોઈનની હેરાફેરી કરતાં પાંચ શખ્સને ગુજરાત એટીએસની ટીમે પકડયા હતા.જે ૧૫ કરોડની કિંમતનું ૮ કિલો હેરોઈન કબજે કરાયું હતું.

મે ૨૦૧૯- જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી ૨૮૦ કિલો ડ્રગ સાથે ૬ પાકિસ્તાની નાગરીક ઝડપાયા હતા.આમાં પણ પાકિસ્તાની કનેકશન ખૂલ્યું હતું.

માર્ચ-૨૦૧૯: ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને ૫૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો હેરોઈન અને ૨૫ કરોડની કિંમતના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર ૨૦૨૧: મુંદરા પોર્ટ ઉપર ઈમ્પોર્ટ કરવામાં આવેલા પાઉડરના નામે ૨૧ હજાર કરોડની કિંમતનું ૩૦૦૦ કિલો હેરોઈન જે DRI દ્રારા પકડવામાં આવ્યું હતું.

જાન્યુઆરી ૨૦૨૧: જખૌ પાસેથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ૧૭૫ કરોડની કિંમતના ૩૫ કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડયા હતા.આ હેરોઇનનો જથ્થો પણ વિદેશથી આવ્યો હોવાનું ખૂલ્યું છે.

એપ્રિલ-૨૦૨૧- મુંદરા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની પકડાયા હતા. જે ૩૦૦૦ કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ ઉપરથી ૧૨૦ કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી.

સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઇ પટ્ટીમાં ઘુસણખોરી સહેલી ?

આધારભૂત સૂત્રોના કહેવા પ્રમાણે ૧૬૦૦ કિલોમીટર લાંબી દરિયાઇ પટ્ટી પર ૪૨થી વધારે પોર્ટ આવેલા છે અને તેમાં પાકિસ્તાન તથા સાઉદી અરેબિયા સહિતના દેશોમાંથી માલની હેરાફેરી થતી હોય છે આને જ ગેરફાયદો ઉઠાવીને કેટલાક લોકો દ્રારા ડ્રગ્સ,ચરસ,કોકિઇન જેવા નશીલા પદાર્થોને ઘુસાડવામાં આવે છે અને અહીંથી દેશના અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે.

તાજ હોટલ આતંકી હુમલામાં સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટીનો ઉપયોગ

મુંબઈમાં તાજ હોટેલ સહિત અનેક સ્થળોએ થયેલા આતંકી હુમલામાં સૌરાષ્ટ્રના કિનારાનો ઉપયોગ થયો હતો. આ હુમલામાં જે કુબેર નામની બોટમાં હથિયાર સાથે આતંકીઓ સવાર થઇ મુંબઇમાં ઘૂસ્યા હતા અને કોઇને ખબર પણ ન પડી હતી.આ બોટ પણ સૌરાષ્ટ્રના માછીમારની જ હતી.સુરક્ષા એજન્સીઓને ચકમો આપીને આ બોટ મુંબઇ સુધી પહોંચી હતી અને હુમલાને અંજામ આપ્યો હતો.

પોરબંદર ગોસાબારા કેસ,અહીં RDX થયું હતું લેન્ડ પોરબંદરમાં રહેતા મમુમિયા દ્રારા મુંબઇ માટે RDXનો જથ્થો ગોસાબારામાં લેન્ડ કરાવવામાં આવ્યો હતો.દાઉદ ઇબ્રાહિમના ઇશારે પાકિસ્તાનથી આ જથ્થો ગુજરાત આવ્યો હતો અને મુંબઇ સુધી પહોંચાડવાનો હતો.

સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની શરૂઆતમાં ગુજરાતની તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટીમાં આરડીએક્સ, ગેરકાયદેસર હથિયારો અને નશીલા પદાર્થોની હેરાફેરી થતી હતી.તેનું પ્રમાણ પણ વધારે હતું જો કે હવે નેવી,કોસ્ટગાર્ડ અને એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને આધુનિક ટેક્નોલોજીની મદદથી ઘણાં મિશન નાકામિયાબ બનાવવામાં આવ્યા છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">