Dolat Bhavan: ઇડરીયા ગઢ પરના રાજમહેલના દાનને લઇ વિવાદ, વારસો બચાવવા ક્ષત્રિય સમાજની મળી બેઠક

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાનો પ્રસિદ્ધ ઇડરીયો ગઢ (Idrio Garh) પર આવેલા દોલત ભવન (Dolat Bhavan) રાજમહેલને લઇને વિવાદ વર્તાઇ રહ્યો છે. દોલત ભવન ને લઇને દાનમાં આપી દેવાને લઇને આ અંગે સ્થાનિક રાજપૂત સમાજે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિક રાજપૂત સમાજ દ્રારા આ અંગે કાયદાકીય લડાઇનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ હવે દોલત ભવનને સુરક્ષીત […]

Dolat Bhavan: ઇડરીયા ગઢ પરના રાજમહેલના દાનને લઇ વિવાદ, વારસો બચાવવા ક્ષત્રિય સમાજની મળી બેઠક
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 26, 2020 | 9:26 AM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાનો પ્રસિદ્ધ ઇડરીયો ગઢ (Idrio Garh) પર આવેલા દોલત ભવન (Dolat Bhavan) રાજમહેલને લઇને વિવાદ વર્તાઇ રહ્યો છે. દોલત ભવન ને લઇને દાનમાં આપી દેવાને લઇને આ અંગે સ્થાનિક રાજપૂત સમાજે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિક રાજપૂત સમાજ દ્રારા આ અંગે કાયદાકીય લડાઇનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ હવે દોલત ભવનને સુરક્ષીત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ માટે સાબરકાંઠા અને અરવલ્લી (Aravalli) જીલ્લાના રાજપૂત સમાજના આગેવાનોની બેઠક ઇડરીયા ગઢ પર યોજવામાં આવી હતી.

જીલ્લાનુ ગૌરવ ગણાતો ઇડરીયો ગઢ અને તેની પર આવેલ પ્રસિદ્ધ દોલત ભવન રાજમહેલને હાલ વિવાદોમાં ઘેરાયો છે. ઇડરીયા ગઢ પર આવેલ રાજમહેલ ઇડરીયા ગઢ પર પ્રાકૃતિક રીતે સુંદર રીતે નિખરે ઉઠે, એ પ્રમાણે નિર્માણ કરવામાં આવ્યો હતો. ઇડર સ્ટેટ (Idar State) દ્રારા નિર્માણ કરવામાં આવેલા રાજમહેલને, કુદરતી રીતે જ ગરમીઓના દિવસોમાં ઠંડક મળી રહે તે પ્રમાણે નિર્માણ કરવામાં આવ્યો હતો. તેની વિશેષ પ્રકારની બેનમૂન બાંધણીને લઇને તે ખૂબ જ આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો. વિશેષ પ્રકારના મહેલ સમાન આ દોલત ભવનમાં 40 ઓરડાં હતા. તેની બાંધણી તેની જાહોજલાલીની સાબિતી પુરી રહી હતી. તેની બાંધણી અને તેના સૌંદર્યને લઇને જ દોલત ભવન પ્રસિદ્ધ બન્યો હતો.

રાજ મહેલ દોલત ભવન ના પ્રસિદ્ધ વારસાને જાળવી રાખવા માટે હવે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ભવનને રાજકોટના ટ્રસ્ટને દાનમાં આપી દેવાતા તેને લઇને સ્થાનિક રાજપૂત સમાજે તેનો વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણા નોમિની કોર્ટમાં આ અંગે સ્થાનિક આગેવાનોએ અરજી કરી છે. જોકે હવે આ માટે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના રાજપૂત સમાજ દ્રારા બેઠક યોજવામાં આવી હતી. જે બેઠક મુજબ હવે સ્થાનિક રાજપૂત સમાજના આગેવાનો અને ક્ષત્રિય હિતકારણી દ્રારા જાળવણી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રાજપૂત સમાજના આગેવાન નરપતસિંહ બારડ અને ઘનશ્યામસિંહ ભાટીએ કહ્ચુ હતુ કે, આ એક ઐતિહાસિક ધરોહર છે. તેને યોગ્ય રીતે સાચવી અને જાળવી રાખવી જરુરી છે. તેની સાથે ગૌરવ જોડાયેલુ છે. આ ભવનને દાનમાં આપી દેવાની જાણકારી મળતા જ અમે આ માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અમે આનુ યોગ્ય રિવોનેશન કરીને સંચાલન કરવા કાર્યવાહી કરીશુ.

દોલત ભવનને લઇને છેલ્લા કેટલાક વર્ષ થી વિવાદ ચાલી રહ્યો હતો. હાલમાં જ આ ભવનને હવે દાનમાં આપી દેવાનો કારસો કરાતા જ, સ્થાનિક રાજપુત સમાજ દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો. દોલત ભવન સાબરાકાંઠા જીલ્લાનુ ગૌરવ છે. જે ગૌરવ અને વારસાને જાળવી રાખવા માટે સમગ્ર જીલ્લામાંથી હવે વિરોધનો સુર ઉઠવા લાગ્યો છે અને તેને સ્થાનિક જીલ્લાના ટ્રસ્ટ દ્રારા સંચાલન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ માટે હવે ભવનને મુળ રુપે પરત રિવોનેશન કરવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ માટે પણ હવે સમાજના આગેવાનો દ્રારા બેઠક યોજીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">