AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનો સૌથી સુંદર બીચ શિવરાજપુર નામશેષ થવાને આરે, રાજ્યના આ સાત બીચ પર પણ તોળાઈ રહ્યો છે ધોવાણનો ખતરો

Gujarat Beach: વિશ્વ હવામાન સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતના અનેક એવા બીચ છે જે નામશેષ થવાની કગાર આવી ગયા છે. જેમા ગુજરાતનો સૌથી સુંદર બીચ શિવરાજપુરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ કદાચ આવનારી પેઢી જોઈ શકશે કે નહીં તેને લઈને પણ આશંકા સેવાઈ રહી છે કારણ કે આ બીચનું 32692 સ્કવેર મીટરનું ધોવાણ થઈ ચુક્યુ છે.

ગુજરાતનો સૌથી સુંદર બીચ શિવરાજપુર નામશેષ થવાને આરે, રાજ્યના આ સાત બીચ પર પણ તોળાઈ રહ્યો છે ધોવાણનો ખતરો
શિવરાજપુર બીચ પર ખતરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 1:15 PM
Share

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ)ના તાજેતરના અહેવાલમાં પણ દરિયાની સપાટીમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે. નાસાના વિશ્લેષણ મુજબ, 12 ભારતીય શહેરો – કંડલા, ઓખા, ભાવનગર, મુંબઈ, મોર્મુગાઓ, મેંગલોર, કોચીન, પારાદીપ, ખિદીરપુર, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ અને તુતીકોરીનમાં દરિયાની સપાટીમાં વધારો થવાનો અંદાજ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો અંદેશો બતાવવામાં આવ્યો હતો. જેમા ગુજરાતના પણ અનેક બીચનો સમાવેશ થાય છે. જેમા દ્વારકાનો શિવરાજપુર બીચ સહિત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવાલી, ડાભરી જેવા બીચ દરિયામાં ગરકાવ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સના જણાવ્યા મુજબ ગુજરાતનો દરિયાકાંઠો સૌથી વધુ ખતરામાં છે.

રાજ્યસભામાં 6 એપ્રિલ 2023ના રોજ રજૂ કરેલા જવાબમાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા ગુજરાતના જુદા જુદા  7 એવા બીચ છે જેનુ ધોવાણ થઈ રહ્યુ છે અને આવનારા સમયમાં નામશેષ પણ થઈ શકે છે. સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા જવાબને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આક્ષેપ કર્યો છે. ગુજરાતના સુંદર બીચ કદાચ આવનારી પેઢીને ભાગ્યે જ જોવા મળશે.

દ્વારકાના શિવરાજપુર બીચ પર સૌથી મોટો ખતરો

રાજ્યના જે બીચ દરિયામાં ગરકાવ થઈ રહ્યા છે તેમા શિવરાજપુર બીચ ખતરામાં છે. શિવરાજપુર બીચનો 2396.77 સ્કવેર મીટરના વિસ્તારમાં કાંપ અને કીચડનો ભરાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત નવસારીના ઉભરાટ બીચમાં પણ કાંપ અને કીચડનો ભરાવો થયો છે. વલસાડના તીથલ અને સુવાલી બીચનો દરિયાકિનારાનું ધોવાણ થઈ રહ્યુ છે. આ ઉપરાંત દાભરી બીચ અને દાંડી બીચના કાંઠાનું પણ ધોવાણ થઈ રહ્યુ છે. આ ઉપરાંત કચ્છના માંડવી બીચ પર કાંપ અને કચરાનો ભરાવો થઈ રહ્યો છે.

ગુજરાતના આ સુંદર બીચ નામશેષ થવાના આરે

  • દ્વારકાના શિવરાજપુર બીચનું 32692.74 સ્કવેર મીટર ધોવાણ
  • દીવનો બીચ 2336.42 સ્કવેર મીટર ધોવાણ
  • દીવના ઘોઘલા બીચનું 13614.04 સ્કવેર મીટર ધોવાણ
  • દાંડી બીચનું 69434.26 સ્કવેર મીટર ધોવાણ
  • ડાભરી બીચનું 1640149.52 સ્કવેર મીટર ધોવાણ
  • કચ્છના માંડવી બીચનું 20471.44 મીટર ધોવાણ
  • વલસાડના તીથલ બીચનું 69610.56 મીટર ધોવાણ
  • સુરતના હજીરા નજીક આવેલ સુવાલી બીચનું 69678.17 મીટર ધોવાણ
  • નવસારીમાં આવેલા ઉભરાટ બીચનું 11089.95.32 મીટર ધોવાણ

G-20ની બેઠકમાં પીએમ મોદીએ પણ ક્લાઈમેટ ચેન્જ પર વ્યક્ત કરી હતી ચિંતા

હાલના સમયમાં સમગ્ર વિશ્વ માટે સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ છે. તાજેતરમાં ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી G-20 સમિટમાં પણ પીએમ મોદીએ ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ત્રણેય બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલા હોવાથી ભારતનો દરિયાકિનારો 7,500 કિમી લાંબો છે. લોકો તેની આસપાસ ગીચ વસ્તીમાં રહે છે, તેથી દરિયાની સપાટીમાં વધારો હળવાશથી લઈ શકાય નહીં. 10 ઓગસ્ટ 2021ની NASAની ટ્વિટ પણ આ સાથે મુકી રહ્યા છે કે જેમાં પણ આ સંદર્ભની જ વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: વલસાડવાસીઓ આનંદો, ટૂંક સમયમાં તીથલ રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત. જાણો કેવી રીતે?

નાસાના વિશ્લેષણ મુજબ, 12 ભારતીય શહેરો – કંડલા, ઓખા, ભાવનગર, મુંબઈ, મોર્મુગાઓ, મેંગલોર, કોચીન, પારાદીપ, ખિદીરપુર, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ અને તુતીકોરીનમાં દરિયાની સપાટીમાં વધારો થવાનો અંદાજ છે. જેના કારણે  નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો અંદેશો બતાવવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">