Dwarka : ખંભાળીયામાં PGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ, કયારે મળશે પુરતી વિજળી ?

Dwarka : દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ખંભાળીયા તાલુકાના જાકસીયા ગામના 40 જેટલા ખેડૂતોએ વિજળી ન મળવાના પ્રશ્ને PGVCL કચેરી ખાતે રજુઆત કરી. ખંભાળીયા તાલુકાના મોટાભાગના ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનો આક્ષેપ કર્યો. જાકસીયા ગામના ખેડૂતોએ ખંભાળીયા કાર્યપાલક અધિકારીને રજૂઆત કરી કે જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 8:37 AM

Dwarka : દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ખંભાળીયા તાલુકાના જાકસીયા ગામના 40 જેટલા ખેડૂતોએ વિજળી ન મળવાના પ્રશ્ને PGVCL કચેરી ખાતે રજુઆત કરી. ખંભાળીયા તાલુકાના મોટાભાગના ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનો આક્ષેપ કર્યો. જાકસીયા ગામના ખેડૂતોએ ખંભાળીયા કાર્યપાલક અધિકારીને રજૂઆત કરી કે જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

નોંધનીય છેકે ખેડૂતોને દરરોજ માત્ર 2 જ કલાક વીજળી મળતી હોવાના કારણે PGVCL કચેરી ખાતે વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા. ખંભાળીયા તાલુકાના મોટાભાગના ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનું ધીમેધીમે સામે આવી રહ્યું છે. જાકસીયા ગામના ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે ખંભાળીયા કાર્યપાલક અધિકારીને રજુઆત કરાઇ છે. તો ખંભાળીયા PGVCL ના કાર્યપાલક ઈજનેર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય વીજપુરવઠો મળે તેવી બાંહેધરી પણ આપી.

નોંધનીય છેકે ખેડૂતોને 10થી 12 કલાક વિજળી આપવાની વાતો તો થઇ રહી છે. પરંતુ, ખંભાળિયાના અંતરિયાળ ગામોમાં સ્થિતિ કંઇક અલગ જ છે. અને, ખેડૂતોને પુરતી વિજળીની વાતો માત્ર કાગળ પર જ દેખાઇ રહી છે. ખંભાળિયા પંથકના ખેડૂતોને વિજળી માત્ર નામ પુરતી જ આપવામાં આવે છે. ત્યારે આ બાબતે સરકાર ત્વરીત પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.

 

આ પણ વાંચો : Dwarka : ખંભાળિયાના સલાયા ગામમાં મોડી રાત્રે ઘર્ષણ બાદ શાંતિપૂર્ણ માહોલ

આ પણ વાંચો :  Surat : અફઘાની સુકામેવાની આયાત અટવાઈ, ભાવમાં 35 થી 40 ટકાનો વધારો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">