દ્વારકામાં પેટ્રોલ-ડીઝલ સંકટ, બે પંપ સૂકાભઠ્ઠ, સ્ટોક ખૂટતા વાહનચાલકો મુશ્કેલીમાં! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ છે. બે પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સંચાલકોના મતે, કંપની દ્વારા કોટા નક્કી કરાયા છે અને પૂરતો પુરવઠો મળતો નથી.
દેવભૂમિ દ્વારકામાં ગેસ બાદ હવે પેટ્રોલ અને ડીઝલનું સંકટ પણ સામે આવ્યું છે. પ્રવાસી સ્થળ હોવા છતાં, શહેરના બે મુખ્ય પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સંપૂર્ણપણે ખૂટી ગયો છે. ઇંધણની અછતને કારણે વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પંપ સંચાલકોના દાવા મુજબ, નવા જથ્થાના અભાવે ઇંધણનો પુરવઠો ખોરવાયો છે. કંપનીઓ તરફથી જ પૂરતો સ્ટોક આપવામાં આવી રહ્યો નથી, જેના કારણે પંપ સૂકાભઠ્ઠ બન્યા છે. સંચાલકોએ જણાવ્યું કે કંપનીઓએ હાલમાં કોટા સિસ્ટમ લાગુ કરી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જથ્થો પૂરો પાડવામાં આવતો નથી.
સંચાલકોએ શનિવારે કંપનીને બે લોડ માટે વિનંતી કરી હતી, પરંતુ કંપનીએ કોટાનો હવાલો આપીને માત્ર એક જ લોડ આપવાની વાત કરી, જે મળ્યો ન હતો. IOC (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન)માં જ સપ્લાય સંબંધિત સમસ્યાઓ હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. તેમને આશા છે કે સોમવારે સવારે આયોજન થયા બાદ બપોર સુધીમાં નવો જથ્થો ઉપલબ્ધ થશે. નવા સ્ટોકનું વિતરણ થયા બાદ જ આ પેટ્રોલ પંપ ફરીથી કાર્યરત કરી શકાશે.
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ, જુઓ Video
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
