Devbhoomi Dwarka: તંત્રના બહેરા કાન, ખેડૂતોની વારંવાર રજૂઆત અવગણી, ખેડૂતોને પાક નાશ પામવાની ભીતિ

દ્વારકા (Dwarka) જિલ્લાના ચરકલા ગામમાં જીજીવારા ડેમ લીકેજ થયો છે. પાણીની સતત આવકના કારણે જીજીવારા ડેમ લીકેજ થયો છે. જેના કારણે ચરકલા ગામના 150થી વધુ ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.

Devbhoomi Dwarka: તંત્રના બહેરા કાન, ખેડૂતોની વારંવાર રજૂઆત અવગણી, ખેડૂતોને પાક નાશ પામવાની ભીતિ
Devbhoomi dwarka jijivara dame leakage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 8:18 PM

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) સતત વરસાદી માહોલ યથાવત છે અને આ વરસાદને પગલે ખંભાળિયા, કલ્યાણપુર,(Kalyanpur) ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ધોધમાર વરસાદના કારણે દ્વારકા (Dwarka) જિલ્લાના ચરકલા ગામમાં જીજીવારા ડેમ લીકેજ થયો છે. પાણીની સતત આવકના કારણે જીજીવારા ડેમ લીકેજ થયો છે. જેના કારણે ચરકલા ગામના 150થી વધુ ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષ આ પ્રકારની ઘટના બને છે અને તંત્રને અનેકવાર રજૂઆત પણ કરી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી તો બીજી તરફ દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમના પાણી પણ ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા અને ખેતરો બેટ જેવા બની ગયા હતા. ત્યારે હવે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે તેમણે મહેનત કરીને જે મોલ વાવ્યો છે, ત્યારે આ પાણી ફરી વળવાને કારણે હવે તેમની ખેતી કેટલીક બચશે?વરસાદને કારણે ચરકલા ગામ પાસે 3 ફૂટ પાણી ભરાયા હતા અને રાજકોટ- જામનગર તરફ જતો માર્ગ બંધ થયા હતા પરિણામે વાહનવ્યવહાર ખોરવાતા સ્થાનિકો અટવાયા હતા.

આ પણ વાંચો

તો ગત રોજ ભારે પવન સાથે વરસાદ ખાબકતા મોટા ગુંદા ગામ નજીક એક પવનચક્કી તૂટી પડી હતી. એટલું જ નહીં આસપાસના ખેતરોમાં પણ અવિરત વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે ખેડૂતો ખેતરોમાં ઉભા પાકના નુકસાનની ભીતિથી ચિંતા ગ્રસ્ત થયા છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે દ્વારકાના બજારોમાં પણ પાણી વહેતા થયા હતા અને અવિરત મેઘમહેરથી સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ઉઠયા છે.

જામરાવલથી કલ્યાણપુર અને દ્વારકાને જોડતો રસ્તો થયો બંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે રાવલથી કલ્યાણપુર તરફ જવાના રોડ પર સાની ડેમના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે નદી અને ડેમમાં પાણીની આવક વધી હતી. રસ્તો બંધ થવાથી સ્થાનિકો અને આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદી માહોલ યથાવત્ છે અને આ વરસાદને પગલે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">