Devbhoomi Dwarka: જામરાવલથી કલ્યાણપુર અને દ્વારકા જવાને રસ્તે ફરી વળ્યા ડેમના પાણી, જુઓ Exclusive વીડિયો

Devbhoomi Dwarka: જામરાવલથી કલ્યાણપુર અને દ્વારકા જવાને રસ્તે ફરી વળ્યા ડેમના પાણી, જુઓ Exclusive વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 8:24 PM

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં ભારે વરસાદને પગલે રાવલથી કલ્યાણપુર તરફ જવાના રોડ પર સાની ડેમના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે નદી અને ડેમમાં પાણીની આવક વધી હતી. રસ્તો બંધ થવાથી સ્થાનિકો અને આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) સતત વરસાદી માહોલ યથાવત છે અને આ વરસાદને પગલે ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ખાબકતા મોટા ગુંદા ગામ નજીક એક પવનચક્કી તૂટી પડી હતી. એટલું જ નહીં આસપાસના ખેતરોમાં પણ અવિરત વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે ખેડૂતો ખેતરોમાં ઉભા પાકના નુકસાનની ભીતિથી ચિંતા ગ્રસ્ત થયા છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે દ્વારકાના બજારોમાં પણ પાણી વહેતા થયા હતા અને અવિરત મેઘમહેરથી સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ઉઠયા છે.

જામરાવલથી કલ્યાણપુર અને દ્વારકાને જોડતો રસ્તો થયો બંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે રાવલથી કલ્યાણપુર તરફ જવાના રોડ પર સાની ડેમના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે નદી અને ડેમમાં પાણીની આવક વધી હતી. રસ્તો બંધ થવાથી સ્થાનિકો અને આસપાસના ગામ લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બે દિવસથી આ રસ્તો બંધ છે ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વિકટ બનશે. દ્વારકામાં વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે, ત્યારે મેવાસા જવાનો ગ્રામ્ય માર્ગ પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થયો છે, હાલમાં  તાલુકાના 12 જેટલા ગામડાઓને જોડતા આ માર્ગ પાણી ફરી વળતા ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">