Devbhhomi Dwarka: સલાયામાં નાગરિકો ગટરની સમસ્યાથી ત્રસ્ત, વારંવાર થતી રજૂઆત નિંભર તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરે છે
સલાયાના જલારામ મંદિર ચોક, રામ મંદિર, પોલીસ મથક, શાક માર્કેટ, કસ્ટમ સોસાયટી સહિતના વિસ્તારમાં ગટરનું પાણી (Sewage water) ફરી વળે છે. સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા અવાર-નવાર કરાયેલી રજૂઆતો બાદ પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ અંગે યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.
દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જિલ્લાના સલાયામાં વર્ષોથી લોકો ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, સલાયામાં (Salaya) મોટાભાગના વિસ્તારોમાં કાયમી ધોરણે ગટરનું પાણી ઉભરાય છે. તેના કારણે ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે અને ગંદકીમાં મચ્છરોની ઉત્પતીથી રોગચાળો પણ વકરે છે. સલાયા નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરાઈ નથી, આથી ભૂગર્ભ ગટરના (Sewage water) પ્રશ્નને અવાર નવાર રજૂઆતો કરાઈ છે, છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
સલાયમાં વિવિધ વિસ્તારોમાં વકરી છે સમસ્યા
સલાયાના જલારામ મંદિર ચોક, રામ મંદિર, પોલીસ મથક, શાક માર્કેટ, કસ્ટમ સોસાયટી સહિતના વિસ્તારમાં ગટરનું પાણી (Sewage water) ફરી વળે છે. સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા અવાર-નવાર કરાયેલી રજૂઆતો બાદ પણ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ અંગે યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.
આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નકકર ઉકેલ આવ્યો નથી અને ગટરનું પ્રદૂષિત પાણી રસ્તા પર વહેતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને નાગરિકોને અવરજવર માટે આ પ્રદૂષિત પાણીમાંથી જ પસાર થવું પડે છે. વારંવાર સર્જાતી આ સમસ્યાથી નાગરિકો ત્રસ્ત થઈ ઉઠયા છે અને ગટર ઉભરાતા રોડ પર પ્રદૂષિત પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ચોમાસામાં રોગચાળો ફેલાવાનો ભય
આ પાણીને કારણે આરોગ્ય પર નકારાત્મક અસર થાય છે, બાળકોથી માંડીને વૃદ્ધો પણ આ પાણીમાંથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ત્યારે આ ગંદા પાણીના યોગ્ય નિકાલ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી. ગટરના પાણી અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. આથી હવે સ્થાનિકોમાં ઉગ્ર રોષની લાગણી પ્રર્વતી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આવા પ્રદૂષિત પાણીથી મચ્છરની સમસ્યા વકરે છે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાવનો ભય પણ ઉભો થયો છે.
ગટરનું પાણી ઉભરાઈને બહાર વહી આવવાને લીધે ઘરના બારી બારણા પણ બંધ રાખવા પડે છે. નાગરિકોના ઘરની સામે જ ગટરનું પાણી વહી જતું હોવાથી તેની દુર્ગંધથી પણ નાગરિકો તોબા પોકારી ઉઠયા છે, આ સંજોગોમાં નાગરિકોની ઉગ્ર માંગણી છે કે સલાયા નગર પાલિકાએ આ સમસ્યાનો નક્કર ઉકેલ શોધવો જોઈએ.