Gandhinagar: ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાહતના સમાચાર, કૃષિમંત્રી રાઘવજી પટેલ કરશે મહત્વપૂર્ણ જાહેરાત
Gandhinagar: ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરશે. નિયમ 44 અનુસાર રાઘવજી પટેલ મહત્વપૂર્ણ જાહેરાત કરશે.
ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ડુંગળી-બટાકા પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. નિયમ 44 અનુસાર રાઘવજી પટેલ મહત્વપૂર્ણ જાહેરાત કરશે. ગત બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના ધારાસભ્યએ કરેલી રજૂઆતને ધ્યાને લેવાઈ હતી. જેમા બટાકાના ખેડૂતો અને ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ ઘણી કફોડી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં ઉછાળવામાં આવ્યો હતો. તેની પણ અસર ભાવનગરમાં જોવા મળી હતી. કિસાન સંઘ દ્વારા પણ આ અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે આ અંગે કોઇ સૈદ્ધાંતિક નિર્ણય આવી શકે છે.
કેબિનેટની બેઠકમાં ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ડુંગળી-બટાકાના ઘટતા ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડુંગળી-બટાકા પકવતા ખેડૂતોને સહાય આપવા માટેની સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે નિર્ણય અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી બનાસકાંઠા અને ભાવનગરના ખેડૂતોને મોટી રાહત મળે તેવી શક્યતા છે.
AAP દ્વારા દિલ્હીમાં ઉછાળવામાં આવ્યો મુદ્દો
મહત્વનું છે કે ભાવનગરમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવને કારણે જગતના તાતની આર્થિક હાલત વધુ કફોડી થઇ છે. ત્યારે 26 ફેબ્રુઆરીએ ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સમક્ષ ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને જણાવ્યું હતુ કે ડુંગળીના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે.