ડાંગના ઉચ્ચ શિખર કંળબ ડુંગરે પરંપરાગત ભાતીગળ મેળો યોજાયો
ડાંગ જિલ્લામાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે પરંતુ ડાંગ જિલ્લાના સૌથી ઉચ્ચ શિખરે બિરાજમાન સપ્ત માતાજી આદિવાસી સમાજ માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે અને આજે પણ માતાના દ્વારે ભક્તો મનોકામના સાથે જાય છે

ડાંગ જિલ્લામાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે પરંતુ ડાંગ જિલ્લાના સૌથી ઉચ્ચ શિખરે બિરાજમાન સપ્ત માતાજી આદિવાસી સમાજ માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે અને આજે પણ માતાના દ્વારે ભક્તો મનોકામના સાથે જાય છે.હિન્દૂ તહેવારમાં દિવાળીના પાવન અવસરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવા વર્ષ નિમિત્તે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.
કંળબ ડુંગર ધાર્મિક સ્થળનું મહત્વ આદિવાસી રીતરિવાજ મુજબ ખૂબ મોટું માનવામાં આ આવે છે અને દૂર દૂર થી ભાવિક ભક્તોની મેદની ઉચ્ચ શિખર પર બિરાજમાન માતા ના દર્શને ઉમટી પડે છે જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેમજ નજીકમાં નવસારી, સુરત,વલસાડ,તાપી માંથી મોટી સંખ્યામાં આવતા હોય છે.
ડાંગ જિલ્લામાં આવેલ આમસરવળન ગામ નજીક આહવા થી વઘઇ જતા માર્ગેના અંતરે આવ્યું છે, આસ્થાનું પ્રતિક કળબ ડુંગર ખાતે ચાલુ વર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. દર વર્ષ ની જેમ મેળાનું તામમ સંચાલન,પ્રવાસીઓની સગવડો અને સંચાલન કલમ ડુંગર દેવસ્થાન વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજ આજે પણ સંસ્કૃતિ સાથે પરંપરાગત રિતીરીવાજોને જાળવી રાખી દિવાળી સહિતના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે માટે જ મેળાનો ઉદ્દેશ્ય કે નવા વર્ષના મેળાની વિશેષતા છે કે લોકો એક બીજાને રૂબરૂ મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.
નવા વર્ષની ઉજવણી નિમિતે આદિવાસી ભાઈ બહેનો એક બીજાને આ અવસરે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હોય છે. તદઉપરાંત પોતાના સાંસ્કૃતિક પોશાક અને વાજિંત્રો વગાડી અને સંસ્કૃતિના લોક નૃત્યનું નાચગાન કરી પોતાની આગવી સંસ્કૃતિ રજૂ કરી તહેવારો ની ઉજવણી કરતા આવ્યા છે.
લોક વાયકા મુજબ કળબ ડુંગર ડાંગ જિલ્લામાં સૌથી ઉંચામાં ઉંચો પર્વત તરીકે ઓળખાય છે ,ઉંચા પર્વતોની હારમાળા વચ્ચે અને કુદરતી સૌંદર્યનો અધભુત નજારો માણવો હોય તો કળબ ડુંગરે જ જવાય આ ડુંગરે અહીં સાત માતાનો થાનક છે જે આદિવાસીઓની આસ્થાની કુંળદેવી છે જેની પારંપરિક પૂજા અર્ચના પણ કરવામાં આવે છે, વર્ષમાં અનેકવાર વાર તહેવારોના દિવસો દરમિયાન નાચગાન તેમજ વિષેશ કાર્યક્રમોના સથવારે અહીં લોક જનમેદની ભેગી થાય છે.