Gujarati Video: દાહોદમાં મધ્યાહન ભોજન સંચાલક કમ કુકની જગ્યા માટે રૂપિયા માંગ્યાનો આક્ષેપ
દાહોદમાં મધ્યાન ભોજન સંચાલક કમ કુકની જગ્યા માટે રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારગાળા નાની પચોર પ્રાથમિક શાળામાં ભોજન સંચાલકની જગ્યા માટે ફતેપુરા મામલતદાર દ્વારા 1 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ છે. શીતલબેન સુરેશભાઈ માલીવાડ પાસે ચાર્જ લેવા 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી છે. તૈ પૈકી મામલતદાર કચેરીમાં વચેટિયો 15 હજાર રૂપિયા લેતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Dahod : દાહોદમાં મધ્યાન ભોજન સંચાલક કમ કુકની જગ્યા માટે રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારગાળા નાની પચોર પ્રાથમિક શાળામાં ભોજન સંચાલકની જગ્યા માટે ફતેપુરા મામલતદાર દ્વારા 1 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ છે. શીતલબેન સુરેશભાઈ માલીવાડ પાસે ચાર્જ લેવા 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી છે. તૈ પૈકી મામલતદાર કચેરીમાં વચેટિયો 15 હજાર રૂપિયા લેતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ બાકીના રૂપિયા બે દિવસમાં આપવાની વાત કરતો વીડિયો છે. જોકે, વાયરલ વીડિયોને ટીવીનાઈન કોઈ પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો : Dahod Video : પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી દારૂના જથ્થાની ચોરી, પોલીસકર્મીઓ સહિત 15 લોકો સામે નોંધાઈ ફરીયાદ
તો મહેસાણામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ સામે આવી હતી. વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી હોવાનું સામે આવ્યુ હતુ. મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરના આ 4 મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ 1 હજાર 90 કિલોની ઘટ મળી આવી હતી. મામલતદારની ટીમે કરેલી તપાસમાં આ બાબત સામે આવતા નોટિસ આપવામાં આવી છે. જે પછી સંચાલક કામિની પટેલ અને અક્ષય પટેલને નોટિસ આપવામાં આવી છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





