Dahod Video : પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી દારૂના જથ્થાની ચોરી, પોલીસકર્મીઓ સહિત 15 લોકો સામે નોંધાઈ ફરીયાદ
પોલીસ મથકમાંથી જ દારૂ ચોરી થતા અનેક સવાલ ઉઠ્યા છે. જો કે, SPને દારૂ ચોરી થયાની બાતમી મળતા વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ કુલ 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, જેમાં એક કોન્સ્ટેબલ, 7 GRD જવાન, એક TRB જવાન, 2 મજૂર તેમજ અન્ય 4 શખ્સો સામેલ છે.
Dahod : દાહોદના પીપલોદમાં પોલીસ (Police) બેડાને બદનામ કરે તેવા અહેવાલ સામે આવ્યા છે. પીપલોદ પોલીસ મથકે મૂકેલો દારૂનો જથ્થો ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર બાબતની વાત કરીએ તો, SMCએ બે દિવસ પહેલા 916 જેટલી દારૂની પેટી પકડીને પીપલોદ પોલીસ મથકે મૂકી હતી. તે જથ્થામાંથી પોલીસની નજર હેઠળ જ 23 દારૂની પેટી ગાયબ થઇ ગઇ છે.
પોલીસ મથકમાંથી જ દારૂ ચોરી થતા અનેક સવાલ ઉઠ્યા છે. જો કે, SPને દારૂ ચોરી થયાની બાતમી મળતા વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ કુલ 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો, જેમાં એક કોન્સ્ટેબલ, 7 GRD જવાન, એક TRB જવાન, 2 મજૂર તેમજ અન્ય 4 શખ્સો સામેલ છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી દારૂની 2 પેટી પણ મળી આવી છે.
આ પણ વાંચો Dahod: ગૌવંશને બચાવવા ગયેલી પોલીસની ટીમ પર પથ્થરમારો, એક ASIને ગંભીર ઈજા, જુઓ Video
પોલીસ સ્ટેશનમાંથી જ દારૂ ચોરાતા દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે, કે SMC દારૂ પકડીને બુટલેગરો સામે કાર્યવાહી કરે છે અને પોલીસ કર્મીઓ દારૂ ચોરી કરીને બુટલેગરોની મદદ કરે છે. તો કાયદો કોના ભરોસે રહેશે ? દારૂબંધી કઇ રીતે થશે, જો પોલીસ કર્મીઓ જ બુટલેગરોના મદદગાર બની જાય તો એ ચિંતાજનક વાત છે. હાલ, તો SPએ તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ પ્રકારની ઘટના સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરે છે. તેથી આરોપીઓ સામે કાર્યવાહી જરૂરી છે.