Cyclone Tauktae Gujarat Update: કચ્છના વાતાવરણમાં પલટો, લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

Cyclone Tauktae Gujarat Update: ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. વાવાઝોડાના સંકટને જોતા અગમચેતીના ભાગરુપે તંત્ર દ્વારા દરિયાકાંઠાની આસપાસન વિસ્તારોનું સ્થળાંતર કરાઇ રહ્યુ છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 17, 2021 | 11:04 AM

Cyclone Tauktae Gujarat Update: ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. વાવાઝોડાના સંકટને જોતા અગમચેતીના ભાગરુપે તંત્ર દ્વારા દરિયાકાંઠાની આસપાસન વિસ્તારોનું સ્થળાંતર કરાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે તંત્રએ રાજ્યના 17 જિલ્લાના 655 ગામોમાંથી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યુ છે. આપને જણાવી દઇએ કે સ્થળાંતરની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને સવારે 5 વાગ્યાથી ફરી એક વખત તેને શરુ કરવામાં આવી છે.

કચ્છમા પણ સતત સ્થિતી પર તંત્ર નજર રાખી રહ્યુ છે, ત્યારે કચ્છમાં ફીસરીઝ વિભાગ દ્રારા દરિયામા ગયેલી તમામ 192 બોટ પરત બોલાવી લેવાઇ છે. તો કચ્છમા જીલ્લા વહીવટી તંત્રએ દરિયાઇ વિસ્તારના 127 ગામોને એલર્ટ રહેવા સુચના આપી છે. જ્યારે 5 કિ.મી વિસ્તારમાં આવતા 53 ગામોને એલર્ટ આપી તેમના સ્થળાતંર માટેની વ્યવસ્થા તંત્રએ શરૂ કરી છે. સંભવિત તાઉતે વાવાઝોડા લઈને બંદર પર 8 નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. કંડલા બંદર, માંડવી બંદર અને જખૌ બંદર પર 8 નંબરના સિગ્નલ લગાડાયા છે.

વાવાઝોડાને પગલે કચ્છના અલગ-અલગ તાલુકામા કુલ 18989 લોકોનુ સ્થળાંતર કરાયુ છે.  1427 લોકોને સ્થળાંરીત કરાયા જ્યારે અન્યને પોતાના ઘરે સુરક્ષીત મોકલાયા છે.  કચ્છમા બે NDRF ની ટીમ એક SDRF ટીમ તૈનાત રહેશે.

આપને જણાવી દઇએ કે ચક્રવર્તી તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે ત્યારે પવવની ઝડપ 155થી 165 કિમિ પ્રતિ કલાકની હશે જે વધીને 185 કિમી પ્રતિ કલાક થશે કલાક થશે. હાલ વાવાઝોડુ દિવથી 260 અને વેરાવળથી 290 કિમી દૂર છે. તા ઉતે તોફાનના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">