AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને લઈ કબ્રસ્તાનમાં પણ સ્થિતિ વણસી, રોમન કેથલિક સંપ્રદાય દ્વારા દફનવિધિના બદલે અગ્નિદાહ કરવાની અનુયાયીઓને સલાહ

ખ્રિસ્તી સમાજના રોમન કેથલિકના બિશપ દ્વારા એક પત્ર લખી ઉલ્લેખ કરાયો છે કે રોમન કેથલિક સંપ્રદાયના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જમીનનો પ્રશ્ન સર્જાયો છે.

કોરોનાને લઈ કબ્રસ્તાનમાં પણ સ્થિતિ વણસી, રોમન કેથલિક સંપ્રદાય દ્વારા દફનવિધિના બદલે અગ્નિદાહ કરવાની અનુયાયીઓને સલાહ
Darshal Raval
| Edited By: | Updated on: Apr 14, 2021 | 10:39 PM
Share

ખ્રિસ્તી સમાજના રોમન કેથલિકના બિશપ દ્વારા એક પત્ર લખી ઉલ્લેખ કરાયો છે કે રોમન કેથલિક સંપ્રદાયના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જમીનનો પ્રશ્ન સર્જાયો છે. એટલે કે કબ્રસ્તાન ફૂલ થઈ રહ્યું છે. જેની સામે બીજો ઉપાય શોધવો જરૂરી છે અને તે છે અગ્નિદાહ. જેથી રોમન કેથલિક સંપ્રદાયના બિશપ દ્વારા તેમના અનુયાયીઓને દફનવિધિ કરવાના બદલે અગ્નિદાહ કરવા માટે સૂચન કરાયું છે. જેથી ધાર્મિક વિધિ પણ જળવાઈ રહે.

મહત્વનું છે કે ખ્રિસ્તી સમાજમાં દફનવિધિ દ્વારા જ અંતિમ વિધિ કરાય છે. જોકે આ પહેલા જ્યારે આપાતકાલીન પરિસ્થિતિ આવી છે, ત્યારે મૃતદેહોના અગ્નિસંસ્કાર પણ કરાયા છે. ત્યારે તે જ વસ્તુને ધ્યાને રાખી રોમન કેથલિક સંપ્રદાય દ્વારા આ પ્રકારે નિર્ણય કરાયો છે તો બીજુ તે જ નિર્ણયને તેમના સમાજના અન્ય લોકો દ્વારા પણ આવકારાયો છે. અન્ય લોકોનું માનવું છે કે જમીન, પાણી કે અગ્નિ જ્યાં મૃતદેહ વિલીન થાય તેમાંથી ભગવાન ઓરત મોકલે છે.

જેથી અગ્નિદાહ કરવો તે ખોટી બાબત નથી. જેથી રોમન કેથલિકના નિર્ણયને અન્ય લોકોએ પણ આવકર્યો છે. તેમજ તેમના સંપ્રદાયમાં પણ તેવા નિર્ણય લેવાશે તો તેમાં પણ તેઓએ સહકાર આપવા તૈયારી બતાવી છે. કેમ કે કોરોના મહામારી ચાલી રહી છે અને તેમાં દરેક નાગરિકે સહકાર આપી અને સમજણપૂર્વક કામ લઈને આગળ વધવું તે પણ સમયની માંગ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાકાળમાં ટેસ્ટથી લઈને અંતિમવિધિ સુધી વેઈટિંગ છે, પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી છે કે સ્મશાનમાં કલાકો સુધીનું વેઈટિંગ છે, ત્યારે કબ્રસ્તાનની હાલત પણ ધીમે ધીમે વણસી રહી છે. ત્યારે કબ્રસ્તાનમાં વણસી રહેલી પરિસ્થિતિને લઈને રોમ કેથલિક સંપ્રદાય દ્વારા દફનવિધિના બદલે અગ્નિદાહ કરવા અનુયાયીઓને સલાહ અપાઈ છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 7400 થી વધુ નવા કેસ, 73 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">