AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 7400 થી વધુ નવા કેસ, 73 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 14 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 2491 અને સુરતમાં 1424 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 7400 થી વધુ નવા કેસ, 73 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો
રચનાત્મક તસ્વીર
| Updated on: Apr 14, 2021 | 8:31 PM
Share

Gujarat Corona Update : રાજ્યમાં આજે 14 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 માર્ચથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. આ સાથે જ 7 એપ્રિલથી દૈનિક કેસોમાં સરેરાશ 500 કેસોનો વધારો થતો રહ્યો છે, નવા કેસ વધવાની સાથે મૃત્યુ અને એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.

7410 કેસ, 73 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 14 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 7410 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 73 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 25 (1 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં 9 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 7(1 મૃત્યુ જિલ્લામાં), બનાસકાંઠામાં 2, જુનાગઢમાં 2 (1 મૃત્યુ જિલ્લામાં), અમરેલી-ડાંગ-ગાંધીનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,995 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,67,616 થઇ છે.

અમદાવાદમાં 2491 અને સુરતમાં 1424 કેસ રાજ્યમાં આજે 14 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2491, સુરતમાં 1424, રાજકોટમાં 551, વડોદરામાં 317, જામનગરમાં 189, ભાવનગરમાં 84, ગાંધીનગરમાં 58 અને જુનાગઢમાં 54 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2400 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

એક્ટીવ કેસ વધીને 39250 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 13 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 34,555 એક્ટીવ કેસ હતા, જે આજે 14 એપ્રિલે વધીને 39250 થયા છે.જેમાં 254 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 38,996 લોકોની સારવાર ચાલી રહી છે.

2642 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 14 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2642 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,23,371 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 87.96 ટકા થયો છે.

આજે 1,66,698 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 14 અપ્રિલના દિવસે કુલ 1,66,698 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 85,29083 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 12,03,465 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 14મો દિવસ હતો.રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 1,18,004 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 39,630 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 97,32,548 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">