AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની 15માંથી 10 મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતા પદથી કોંગ્રેસ રહેશે વંચિત !

ગુજરાતમાં ગત તારીખ 24મી એપ્રિલના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના 28મી એપ્રિલે જાહેર થયેલા પરિણામો બાદ, કોંગ્રેસ માટે સ્થિતિ ચિંતાજનક બની છે. નિયમ અનુસાર કૂલ સભ્યોના 10 ટકા સભ્યો ના ચૂંટાય તો, વિપક્ષના નેતાનું પદ વિરોધપક્ષને આપવામાં આવતું નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકા પૈકી 10 મહાનગરપાલિકામાં સ્થિતિ એવી સર્જાઈ છે કે, કોંગ્રેસના ફાળે વિપક્ષનુ નેતાપદ નહીં જાય.

ગુજરાતની 15માંથી 10 મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતા પદથી કોંગ્રેસ રહેશે વંચિત !
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2026 | 8:03 PM
Share

ગુજરાતની મહાનગર પાલિકાઓના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોએ રાજકીય પેંચ સર્જ્યો છે. એક એવી પરિસ્થિતિને લઈને કોંગ્રેસ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતની નવી અસ્તિત્વમાં આવેલ નવ સહીત કુલ 15 મહાનગરપાલિકામાંથી આશરે 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળે તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિ સર્જાવા માટેનું મુખ્ય કારણ “માવળંકર રૂલ” (Mavalankar Rule) જવાબદાર કહેવાય છે. આ નિયમ અનુસાર જો કુલ સભ્ય સંખ્યાના 10 ટકા સભ્યો ચૂટાંયેલા ના હોય તો વિપક્ષનું પદ જે તે રાજકીય પાર્ટીને ફાળે જતુ નથી. આથી એ જરૂરી છે કે, કૂલ સભ્ય સંખ્યાના 10 ટકા બેઠકોની સંખ્યા પૂર્ણ થવી જોઈએ.

નિયમો મુજબ કોઈપણ પક્ષને સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા ત્યારે જ મળે છે જ્યારે તેઓના પક્ષના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કુલ બેઠકોના ઓછામાં ઓછા 10 ટકા સભ્યો હોવા અનિવાર્ય છે. જો આ માપદંડ પૂર્ણ ના થાય તો વિપક્ષ નેતાનું પદ આપવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, 192 બેઠકો ધરાવતા ગૃહમાં ઓછામાં ઓછા 19 સભ્યો જીતવા જરૂરી બને છે.

ક્યાં જોખમ, ક્યાં સંભાવના?

  • વડોદરા, સુરત અને રાજકોટમાં કોંગ્રેસ માટે જરૂરી સંખ્યા મેળવવી મુશ્કેલ દેખાઈ રહી છે.
  • જ્યારે અમદાવાદ, ભાવનગર, આણંદ અને વાપીમાં વિપક્ષ નેતાનું પદ મળવાની સંભાવના છે

જો લોકસભાના નિયમોનું કડક પાલન કરવામાં આવે, તો કેટલાક સ્થળોએ કોંગ્રેસનું વિપક્ષ નેતૃત્વ છીનવાઈ શકે છે.

ભાજપનો અભિગમ

ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસને અપેક્ષા મુજબ પરિણામ મળ્યા નથી અને જનતાએ તેમને સંપૂર્ણ સ્વીકાર્યા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે નિયમોનું પાલન કરવું જરૂરી છે અને જો જરૂરી બેઠકો નહીં હોય તો વિપક્ષ નેતાનું પદ આપવું યોગ્ય નથી.

કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપના અભિગમને પડકારતા કહ્યું કે, એ વાસ્તવિકતા છે કે, કોંગ્રેસને અપેક્ષા કરતા ઓછા પરિણામ મળ્યા છે. આમ હોવા છતાં શહેરી વિસ્તારોમાં મતની ટકાવારીમાં વધારો થયા પામ્યો છે. ગુજરાતમાં સત્તાઘારી પાર્ટીએ, તેમના વિરોધી રાજકીય પક્ષને વિપક્ષ નેતાનું પદ આપવું એક લોકતાંત્રિક પરંપરા રહી છે. ભૂતકાળમાં પણ વિપક્ષના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઓછી હોવા છતાં પણ વિપક્ષને આ પદ અપાતુ રહ્યું છે. સત્તા પક્ષ સામે મજબૂત વિપક્ષ લોકશાહી માટે જરૂરી છે તેથી વિપક્ષના નેતા હોવા પણ આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે વિપક્ષને માત્ર સંખ્યાના આધારે નહીં, પરંતુ લોકશાહી સંતુલન જાળવવા માટે હક્કરૂપે સ્થાન આપવું જોઈએ.

Buy Property in Dubai : હવે દુબઈમાં ઘરનું ઘર ખરીદવુ બનશે શક્ય, યુદ્ધને પગલે ઠપ્પ થયેલ રિયલ એસ્ટેટને બેઠુ કરવા વિઝા નિયમોમાં કરાયો ફેરફાર, જાણો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">