AHMEDABAD : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ક્રેડાઇ અમદાવાદ ફાઉન્ડેશનનું અનાવરણ કર્યુ, મજૂરવર્ગના કલ્યાણ માટે કામ કરશે આ ફાઉન્ડેશન

|

Oct 06, 2021 | 8:49 PM

CREDAI FOUNDATION : અમદાવાદ ક્રેડાઇ એકમ દ્વારા ક્રેડાઇ અમદાવાદ ફાઉન્ડેશની કરાઇ સ્થાપના કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન દ્વારા કાયમી CSR એક્ટિવિટી કરી જરૂરતમંદને મદદ પુરી પાડવામાં આવશે.

AHMEDABAD : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર  પટેલે ક્રેડાઇ અમદાવાદ ફાઉન્ડેશનનું અનાવરણ કર્યુ, મજૂરવર્ગના કલ્યાણ માટે કામ કરશે આ ફાઉન્ડેશન
Chief Minister Bhupendra Patel unveiled the Credai Ahmedabad Foundation

Follow us on

AHMEDABAD : અમદાવાદ ક્રેડાઇ એકમ દ્વારા ક્રેડાઇ અમદાવાદ ફાઉન્ડેશન (CREDAI FOUNDATION)ની કરાઇ સ્થાપના કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન દ્વારા કાયમી CSR એક્ટિવિટી કરી જરૂરતમંદને મદદ પુરી પાડવામાં આવશે.

ક્રેડાઈ ગાહેડ છેલ્લા ઘણા વર્ષોથી CSRએક્ટિવિટી કરી રહ્યું છે અને લોકોને મદદરૂપ બની રહ્યું છે. જેમાં તેઓ અત્યાર સુધી પીએમ અને સીએમ કેર ફંડમાં નાણાં ટ્રાન્સફર કરી મદદ કરતા હતા. પણ હવે પ્રક્રિયા સરળ બનાવવા અને જરૂરિયાતમંદને ત્વરિત મદદ પુરી પાડવા અને સારી સુવિધા ઉભી કરવા એક ડગલું આગળ વધાર્યું છે. જેના ભાગ રૂપે આજે ક્રેડાઈ ગાહેડ દ્વારા ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશન (CREDAI FOUNDATION)ની રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા શરૂઆત કરવામાં આવી.

એસ જી હાઇવે પર ઝાયડ્સ હોસ્પિટલ રોડ પર એક હોલ ખાતે ક્રેડાઈ ગાહેડ દ્વારા રાઈઝીંગ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં ક્રેડાઈ ગાહેડના સભ્યો હાજર રહ્યા. જ્યાં મુખ્યઅતિથિ એવા રાજ્યનામુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. જેઓએ ક્રેડાઈ અમદાવાદ ફાઉન્ડેશનની શરૂઆત કરાવી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કાર્યક્રમમાં હાજર ક્રેડાઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે ક્રેડાઈમાં નવી બોડી બની છે જે બે વર્ષે બદલાય છે. જેઓ એકઠા થઇ અને તેમણે શરૂ કરેલ ફાઉન્ડેશન અંતર્ગત CSR એક્ટિવિટી કરશે. અત્યાર સુધી અલગ અલગ લોકો અલગ અલગ રીતે CSR એક્ટિવિટી કરતા હતા. તેમજ પીએમ અને સીએમ કેર ફંડમાં નાણાં આપીCSR એક્ટિવિટી કરતા. પણ હવે તેઓ કાયમી CSR એક્ટિવિટી માટે આ ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું.

જેમાં ક્રેડાઈના પ્રમુખે ક્રેડાઈ ગાહેડ હાઉસ પાસે 22000 સ્ક્વેરમાં આધુનિક ગાર્ડન બનાવામાં આવશે તેમજ મધ્યમ વર્ગ માટે શહેરમાં ડાયાલીસીસ શરૂ કરાશે જેમાં નિઃશુલ્ક સેવા આપવા જણાવ્યું.

સાથે જ ક્રેડાઇ 1200 સભ્ય ધરાવતું ભારતનું સૌથી મોટું સીટી ચેપ્ટર છે. યુનિટી સારી છે અને વિવિધ ટીમો છે. તેમ જણાવી આવનાર દિવસમાં ફાઉન્ડેશન દ્વારા સારી એક્ટિવિટી કરવામાં આવશે તેમ પણ ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું.

ક્રેડાઈ ગાહેડ દ્વારા ફાઉન્ડેશનની રચના કરી નવરાત્રીથી ફંડ એકત્ર કરાશે તેવું ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું. સાથે જ બિલ્ડરો દ્વારા સારું ફંડ આપવામાં આવ્યુ. અહીં દાન માટે કોઈ લિમિટ નહિ રહે. ઘટના બનશે તો ફંડ આપીશું મદદ કરીશું તેવું પણ જણાવ્યું. તો ગાર્ડન માટે ફંડ નક્કી કરાયું છે. સારા આર્કિટેક પાસે ગાર્ડન તૈયાર કરાવવામાં આવશે, જ્યાં યોગથી લઈને ચિલ્ડ્રન એરિયા સહિતની તમામ સુવિધા ગાર્ડનમાં હશે. આધુનિક ગાર્ડન બનાવવામાં આવશે તેમ પણ જણાવ્યું.

આ ફાઉન્ડેશન દ્વારા તમામ લોકોને મદદ પુરી પાડવામાં આવશે. જોકે ફાઉન્ડેશન મજૂરવર્ગ પર વધુ ધ્યાન આપશે તેમ પણ જણાવ્યું. જેમાં મજૂરવર્ગના બાળકોને અભ્યાસ સહિત તમામ સુવિધા મદદ અપાશે.

ડેવલોપર CSR એક્ટિવિટી કરે છે પણ આ કાયમી ફાઉન્ડેશન બનાવ્યું તે સારા ઓર્ગેનાઈએશન સાથે મદદ કરી શકશે. સમાજના અન્ય લોકો પણ તેનો લાભ લઇ શકશે. જેમાં સંપર્ક માટે વેબસાઈટ હશે અને એક ઓફિસ બનાવવામાં આવશે, જ્યાં તમામ લોકો આવીને મદદ લઇ શકશે.

કાર્યક્રમમાં હાજર ગણેશ હાઉસિંગના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા જણાવાયું કે 9 હજાર ઉપર સાઈટ છે. જેમાં 2.50 લાખ કરોડ ખર્ચ થાય. જેમાં 1.50 લાખ કરોડ કન્સ્ટ્રકશન પાછળ જાય. 60 હજાર કરોડ મજૂર પાછળ જાય. સૌથી વધુ રોજગારી કન્સ્ટ્રકશન સેકટર ઉભું કરે છે. તો GSTમાં 8 હજાર કરોડ સહિત વાર્ષિક 22 હજાર કરોડ ખર્ચ ટેક્સ પાછળ થાય. આમ આ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ રોજગારી આપતી. ટેક્ષ આપતી અને સુવિધા આપતી ઇન્ડસ્ટ્રી છે. જેને વિવિધ લાભ મળવા જોઈએ પણ નથી મળતા. એન એ થી રેરા રજીસ્ટ્રેશન માં સમય 12 મહિના લાગે છે. તેમાં 3 મહિનાનો સમય થાય તેવી ગણેશ હાઉસિંગ દ્વારા માંગ રજૂ કરી વિવિધ મુદા રજૂ કરાયા.

Published On - 8:45 pm, Wed, 6 October 21

Next Article