ચોમાસાની (Monsoon 2022) ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોના ઊભા પાક (Crops) પર પાણી ફરી વળ્યું છે. પાછોતરા વરસાદે ખેડૂતોની (Farmer) આશા પર કહેર વરસાવ્યો છે. નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગીર સોમનાથના ઊના (Una) અને ગીર ગઢડા પંથકમાં મેઘરાજા આફત બની વરસ્યા છે. ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા છે. તો છોટાઉદેપુરમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ પડતા તુવેરના વાવેતરને નુકસાની પહોંચી છે.
ગઈ કાલે મહીસાગર (mahisagar) જિલ્લાના કડાણા,વીરપુર,ખાનપુર,બાલાસિનોર અને લુણાવાડામાં વરસાદ વરસ્યો. ખેડૂતોના ખેતરમાં રહેલા ડાગંર ,મકાઇ, શાકભાજી જેવા પાકોમાં નુકસાન થતા હાલ ખેડુતો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને ખરીફ પાકના નુકશાનની ભિતી છે.
આણંદ અને ખેડા જિલ્લાના જુદા જુદા તાલુકામાં વરસાદના (Rain) અણધાર્યા આગમનથી ધરતીપુત્રોની નીંદર વેરણ થઈ છે. એવામાં ખેડૂતો સરકાર (Gujarat govt) પાસે આશા રાખી રહયા છે કે જો તેઓને સરકાર તરફથી સહાય કરવામાં આવે જેથી પોતાની મુડી બચી શકે.