AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સતત અકસ્માત સર્જનાર તથ્યનું લાયસન્સ થશે રદ, અમદાવાદ RTOએ શરુ કરી કાર્યવાહી

અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.

Breaking News : સતત અકસ્માત સર્જનાર તથ્યનું લાયસન્સ થશે રદ, અમદાવાદ RTOએ શરુ કરી કાર્યવાહી
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 26, 2023 | 3:08 PM
Share

Ahmedabad : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાનાર તથ્ય પટેલ ( (Tathya Patel) સામે મોટી કાર્યવાહી હાથ ધરાઇ શકે છે. મળતી માહિતી મુજબ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઇ શકે છે. અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ

આરોપી તથ્ય પટેલના હાલ જેલમાં છે. જો કે એક પછી એક તેના તથ્યો સામે આવી રહ્યા છે. એક પછી એક તથ્યની એવી હકીકત સામે આવી રહી છે, જેનાં પરથી એવુ પ્રસ્થાપિત થાય છે કે એને અકસ્માત કરવાની ટેવ હતી. અત્યાર સુધીમાં તેના એક પછી એક એમ કુલ ચાર અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેના કારણે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે તેના વિશેની વિગત માગી છે. વિગતો મળતા સુનાવણી કરીને લાયસન્સ રદ કરાશે. મહત્વનું છે કે તથ્યને હજુ ફેબ્રુઆરી 2022માં જ લાયસન્સ મળ્યું હતું.

31st ડિસેમ્બરે મધરાત્રે શીલજ પાસે તથ્યએ જેગુઆરથી કર્યો હતો અકસ્માત

તથ્ય પટેલે 31 ડિસેમ્બર 2022 ની મોડી રાત્રે શીલજ પાસે એસપી રિંગ રોડ પર થાંભલા સાથે અકસ્માત સર્જ્યો હતો. તે સમયે પણ આ જ જગુઆર કાર હોવાની માહિતી છે. પોલીસ તપાસમાં જેગુઆર કંપનીમાંથી નો ક્લેમ ઇન્સ્યોરન્સની આ વિગત સામે આવી છે.

3 જૂલાઈએ સિંધુ ભવન રોડ પર અકસ્માત કર્યો હતો

તથ્ય પટેલે 3 જૂલાઈએ સિંધુ ભવન રોડ પર અકસ્માત કર્યો હતો. જેમાં થાર ગાડીથી અકસ્માત કર્યો હતો. સિંધુભવન રોડના મૌવે કેફે પર તથ્ય પટેલે થાર કાર ઘુસાડી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાએ સમાધાન કરાવ્યું હતું. જ્યારે આરોપી તથ્ય પટેલ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાનો શોખીન છે.

31 ડિસેમ્બર 2022એ ગાંધીનગરમાં કર્યો હતો અકસ્માત

31 ડિસેમ્બર 2022ના રોજ તથ્યએ ગાંધીનગરમાં ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને એક મંદિરના પિલરને નુકસાન કર્યુ હતુ. આ અકસ્માત પણ મોડી રાત્રે સર્જાયો હતો. વાસજડા ગામના સરપંચ જીવણજી ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 20 જુલાઇ 2023એ સર્જ્યો અકસ્માત

20 જુલાઇના રોજ મોડી રાત્રે થાર કાર અને બુલડોઝરની ટક્કર થઇ હતી. આ અકસ્માત જોવા આવેલા ઊભેલા ટોળા પર તથ્ય પટેલે જગુઆર કારની ટક્કર લગાવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">