Breaking News : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગ, 18 લોકો ફસાયા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે. આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરત: લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ | Tv9Gujarati#SuratFire #VesuFire #BreakingNews #GujaratNews #FireAccident #Tv9Gujarati pic.twitter.com/HUSl7uRgIy
— Tv9 Gujarati (@tv9gujarati) April 11, 2025
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્કલેવના સાતમાં માળે લાગી આગ હતી. સાતમાં માળ પર આગ લાગતા જ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા હતા. ભીષણ આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પ્રાપ્તથતી વિગત અનુસાર આગમાં 18 લોકો ફસાયા છે. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
મહત્વનું છે કે આ બિલ્ડીંગ નવી જ બનાવવામાં આવી હતી. જેના કારણે નવી ઘરની અંદર નવા ફર્નિચર કરવાના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરવામાં આવ્યું છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં આગ લાગતા મેયર, કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ હજી આગ ક્યાં કારણોસર લાગી હતી તે અકબંધ છે. સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ વારંવાર સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..