Breaking News : મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર, પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ, જુઓ Video
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં 71 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ થયેલી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં 71 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ થયેલી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કામો કર્યા વગર બિલ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં 35 થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે.
Son of BJP leader Bachu Khabad, Balvant Khabad, arrested in #MGNREGA scam #Dahod #Gujarat #TV9Gujarati pic.twitter.com/e9wUxvrUMU
— Tv9 Gujarati (@tv9gujarati) May 17, 2025
તપાસમાં ખુલાસો થયો છે કે બળવંત ખાબડ અને તેના ભાઈ કિરણ ખાબડ એક એજન્સીમાં ભાગીદાર હતા. હાલ કિરણ ખાબડ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ત્રણેયની પૂછપરછ કરીને કૌભાંડમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ કૌભાંડમાં 72 કરોડ રૂપિયાની ચુકવણીને લઈને શંકા છે.
મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ
કોંગ્રેસે આ કૌભાંડ અંગે ગુજરાત વિજીલન્સ કમિશનમાં પહેલાં જ ફરિયાદ કરી હતી. કોંગ્રેસના નેતા હેમાંગ રાવળે આરોપ લગાવ્યો છે કે, બચુ ખાબડના પુત્રો દ્વારા ચલાવવામાં આવતી રાજશ્રી નામની એજન્સીએ અનેક કૌભાંડો આચર્યા છે. તેમણે ઉદાહરણ તરીકે 300થી વધુ ચેકડેમ બનાવ્યા હોવાનો દાવો કરીને 16 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ઘટનાથી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. પરંતુ સરકારે આ ધરપકડ દ્વારા પોતાનો સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, ભ્રષ્ટાચારમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.