AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ, એડમિનિસ્ટ્રેટરની નિમણૂક

મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. તેમજ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમા મોરબી પુલ હોનારત બાદ લાંબા સમયથી તલવાર લટકતી હતી.અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

Breaking News : મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ, એડમિનિસ્ટ્રેટરની નિમણૂક
Morbi Nagarpalika
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 11, 2023 | 9:53 PM
Share

મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. તેમજ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમા મોરબી પુલ હોનારત બાદ લાંબા સમયથી તલવાર લટકતી હતી. રાજ્ય સરકારે આખરે આ નિર્ણય લીધો છે. મોરબી ઝુલતો પુલ તૂટી પડવા મુદ્દે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ ગંભીરતાથી લઇ રહ્યા હતા. ઝુલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો કરવામાં આવી હતી. જેમાં સરકારે મોરબી નગરપાલિકાને નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી હતી. પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલ તમામ સભ્યો ના જવાબ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મુદ્દે હજુ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ કરવામાં આવી છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં 135  નિર્દોષ લોકોના મોત નિપજ્યા

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં 135  નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાની પણ ગંભીર બેદરકારી સામે આવી હતી..જેને લઇને નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.  સાથે જ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની પણ માગણી ઉઠી હતી… ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો કરવામાં આવી હતી.સૂઓમોટો અને પીઆઇએલ મુદ્દે હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી.ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ તમામ નિયમો નેવે મુકીને ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી

સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરવાની કવાયત હાથ ધરતા સૌ પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી. રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી પાલિકા પાસે લેખિત જવાબ માંગ્યો હતો.પરંતુ નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ ૫૨ સભ્યો જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.

નોટિસ વ્યાજબી નહીં હોવાનો પણ નગરસેવકોએ દાવો કર્યો હતો

પરંતુ વિવાદ વધતા આખરે 40થી વઘુ નગરસેવકોએ નોટિસનો જવાબ પાઠવ્યો હતો.નગરસેવકોએ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સમક્ષ સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો.ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263(1) હેઠળ અપાયેલી નોટિસ વ્યાજબી નહીં હોવાનો પણ નગરસેવકોએ દાવો કર્યો હતો

આ પૂર્વે હાઇકોર્ટે કહ્યું હતું કે, નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી હાલના કેસમાં તેમને સાંભળવા જરૂરી નથી.સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો  હતો. જયારે મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે નગરપાલિકાના સભ્યોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી  હતી.  નગરપાલિકાને સુપરસીડ ન કરવાની નગરસભ્યોએ અપીલ કરી હતી.

કોર્ટના હુકમ પહેલા સુનાવણીની તક આપે તેવી સભ્યોની રજૂઆત  હતી. દુર્ઘટનામાં નગરસેવકોનો કોઈ જ વાંક ન હોવાનો પણ દાવો કર્યો હતો.નગરપાલિકાને સુપરસીડ કરી અને સભ્યોને દંડવા ન જોઈએ તેવી રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">