Breaking News : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં Monsoonના પ્રારંભ સાથે 4 ઈંચ સુધીનો વરસ્યો વરસાદ
હવામાન વિભાગે જણાવ્યા મુજબ આગામી 2 થી 3 દિવસમાં મોનસૂન માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આ દરમિયાન તે ગુજરાતના વધુ વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે, આની સાથોસાથ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકી ભાગો તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધી શકે છે.

ગઈકાલ 23મી જૂનને મંગળવારના રોજ મુંબઈમાં આગમન કર્યા બાદ, નૈઋત્યના ચોમાસાએ, આજે 24 જૂનને બુધવારના રોજ, દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ચોમાસાના સત્તાવાર પ્રવેશ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાને હજુ પણ વધુ આગળ વધવા માટેનુ વાતાવરણ અનુકુળ છે. આગામી બે દિવસમાં ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સોરાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દેશના અનેક ભાગોમાં આગળ વધતાં હવે તે ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મોનસૂન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ પ્રવેશી ગયું છે.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ આગામી 2 થી 3 દિવસમાં મોનસૂન માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આ દરમિયાન તે ગુજરાતના વધુ વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે, આની સાથોસાથ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકી ભાગો તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધી શકે છે.
તે પછીના 2 થી 3 દિવસમાં મોનસૂન ઉત્તર પ્રદેશના વધુ વિસ્તારો અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ કિનારો, પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે થી અતિભારે વરસાદ (7 થી 20 સેમી) પડવાની શક્યતા છે. ખાસ કરીને 27 અને 28 જૂનના રોજ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ, આગામી 2 થી 5 દિવસ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર મધ્ય પ્રદેશ અને બિહારમાં લૂ (Heat Wave) જેવી સ્થિતિ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલની સ્થિતિ મુજબ, 24 જૂનના રોજ મોનસૂનની ઉત્તર સીમા સૂરત, ઈન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી જેવા વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે, જે દર્શાવે છે કે મોનસૂન ધીમે ધીમે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
