AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે ! ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે! છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી 3થી 4 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે. તો થોડા જ કલાકોમાં ફરીથી મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોની વરસાદથી તળબતોર કરી નાખશે. હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Breaking News : ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે ! ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
| Updated on: Jun 16, 2025 | 2:01 PM
Share

ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે! છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી 3થી 4 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે. તો થોડા જ કલાકોમાં ફરીથી મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોની વરસાદથી તળબતોર કરી નાખશે. હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ વખતે ચોમાસું ગુજરાતમાં વાજતે-ગાજતે પ્રવેશવા તૈયાર છે! હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ ધસી રહ્યા છે. પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમનો સમાવેશ થાય છે. આના કારણે ટ્રફ લાઈન બની છે, જે વરસાદી પવનોને ગુજરાત તરફ ખેંચી રહી છે. આ સિસ્ટમના કારણે ન માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાશે. ખેડૂતો માટે આ એક સોનેરી તક છે, કારણ કે વાવણી લાયક વરસાદ હવે ગણતરીના કલાકોમાં શરૂ થશે!

કયા જિલ્લામાં રેડ એલર્ટ ?

આગામી થોડા કલાત વરસાદ કેટલાક જિલ્લાઓને ધમરોળશે. કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ રાજકોટ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

આ જિલ્લામાં અપાયુ ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. વલસાડ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ ઉપરાંત હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આગામી બે દિવસમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકશે. અમરેલી, ભાવનગર, નવસારી, અને વલસાડમાં અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">