AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તલાટીની પરીક્ષામાં રખાશે ચાંપતી નજર, ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી-હસમુખ પટેલ

હસમુખ પટેલે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Breaking News : તલાટીની પરીક્ષામાં રખાશે ચાંપતી નજર, ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી-હસમુખ પટેલ
| Updated on: May 06, 2023 | 1:20 PM
Share

સાત મેએ યોજાનારી તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તંત્ર પરીક્ષા માટે સજ્જ હોવાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે. ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વની બાબતો જણાવી છે.

આ પણ વાંચો-Breaking News : તલાટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ પર રહેશે ચાંપતી નજર, ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી-હસમુખ પટેલ

ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી 7 મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની જગ્યા પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન રવિવારે 12:30થી 13:30 કલાક દરમિયાન કરવામાં આવ્યુ છે.

પરીક્ષાને લઇને તંત્ર સંપૂર્ણ સજ્જ

તલાટીની પરીક્ષાને જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે બસ અને ટ્રેનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.એસટી વિભાગ દ્વારા 619 બસ ફાળવવામાં આવી છે.

બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ પ્રવેશ મળશે

હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે ‘ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્રની બહાર આવી શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. તો પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ માહિતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે. સાથે જ તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

હસમુખ પટેલે માહિતી આપી હતી કે સિનિયર અધિકારીઓ આવતીકાલે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેશે. ભૂતકાળમાં પરીક્ષા સમયે સંડોવાયેલા લોકો પર ચાંપતી નજર રહેશે. પરીક્ષા કેન્દ્રો પર વીડિઓગ્રાફી અને પોલીસના બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">