Surat: તલાટીની પરીક્ષાને લઈને એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયો

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે 7 મેના રોજ તલાટીની પરીક્ષા અન્વયે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, આણંદ,ભરૂચ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત આવવા અને જવા માટે ઓનલાઇન બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

Surat: તલાટીની પરીક્ષાને લઈને એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયો
Surat ST Department Extra Buses
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 05, 2023 | 4:36 PM

ગુજરાતમાં 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજનાર છે ત્યારે સુરતમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે માટે એક કંટ્રોલ રૂમનો 63599 – 18746 નબર પણ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઓનલાઈન બુકિંગની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. જો વધુ બસોની જરૂર જણાશે તો વધુ બસો પણ સુરત એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવશે.એસટી વિભાગ દ્વારા વાર તહેવાર પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે આ ઉપરાંત સરકારી પરીક્ષા દરમ્યાન પણ વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે 7 મે ના રોજ એટલે કે રવિવારના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજનાર છે. જેને લઈને સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

7 તારીખે 120 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

સુરતમાંથી વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ, આણંદ, ભરૂચ અને તાપી ખાતે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે તેઓના માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જે બસો રૂટીન દોડે છે તે સિવાય પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન સુરત એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 6 તારીખે 70 બસો જયારે 7 તારીખે 120 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરાયો

પરીક્ષાને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોચી શકે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકે છે. જે માટેનું ઓનલાઇ બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે માટે કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 63599 – 18746 નંબર પર સંપર્ક કરી કોઈ સમસ્યા હોય તો જાણ પણ કરી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓનલાઈન બુકિંગ પણ શરુ કરી દેવાયું છે: પી.વી. ગુર્જર

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે 7 મેના રોજ તલાટીની પરીક્ષા અન્વયે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, આણંદ,ભરૂચ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત આવવા અને જવા માટે ઓનલાઇન બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઈન બુકિંગ જોફૂલ થઇ જશે તો વધારાની બસો પણ દોડાવાશે. આ ઉપરાંત 63599 – 18746 કંટ્રોલ પોઈન્ટ નો નબર છે વિદ્યાર્થીઓને કોઈ અગવડ હોય તો આ નંબર  પર સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">