AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સુરતની દુષ્કર્મ પીડીતાને 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી

પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે.

Breaking News : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સુરતની દુષ્કર્મ પીડીતાને 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 1:26 PM
Share

ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુરતની દુષ્કર્મ પીડીતાને હાઇકોર્ટે રાહત આપી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઇ પીડિતાને 26 અઠવાડિયાનો ગર્ભ હોય છતા ગર્ભપાત માટે મંજુરી આપવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ છે.

આ પણ વાંચો-Gujarati video: હિરણ નદીમાં પ્રદૂષણ અંગેની જાહેર હીતની અરજીમાં તાલાલા પાલિકાના સોગંદનામામાં મહત્વનો ખુલાસો, જાણો વિગતો

23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયુ હતુ.

સુરતની 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયુ હતુ. હાલ તેને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની રજૂઆત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં પીડિતાના પરિવાર દ્વારા ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. પીડિતા માનસિક અસ્થિર હોવાનું અને પિતાની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી. જેથી ગર્ભપાતની મંજૂરી આપવા માગ કરવામાં આવી હતી.

મેડિકલ તપાસના રિપોર્ટ બાદ હાઇકોર્ટ તરફથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. પીડિતા પર તેના પિતાના મિત્ર દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. હાલ આ કેસમાં આરોપી જેલ હવાલે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપતા મોટી રાહત મળી છે.

હિરણ નદીમાં પ્રદૂષણ અંગે પણ સુનાવણી હાથ ધરાઇ

બીજી તરફ હિરણ નદીમાં પ્રદૂષણ અંગે પણ જાહેરહીતની અરજી મુદ્દે  ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. હાઇકોર્ટની ફટકાર બાદ તાલાલા નગરપાલિકાએ સોગંદનામુ રજૂ કર્યું. આ સોગંદનામામાં મહત્વનો ખુલાસો થયો. કરોડો રૂપિયાનું વીજબિલ બાકી હોવાથી STP પ્લાન્ટને વીજ કનેક્શન આપવા PGVCLએ ઈન્કાર કર્યો છે. STP પ્લાન્ટ ચાલુ ન થવાના કારણે પ્રદૂષિત પાણી સીધેસીધું હિરણ નદીમાં ઠલવાતું હોવાનો હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કરવામાં આવ્યો. અગાઉ પણ PGVCLએ બાકી વીજબીલની ભરપાઈ કરવા તાલાલા નગરપાલિકાને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટમાં અરજીની ગંભીરતાને ધ્યાને રાખી તાલાલા નગરપાલિકાએ PGVCLને વિનંતી કરી હતી. બાકી વીજબિલ હોવા છતાં વીજ જોડાણ આપવા નગરપાલિકાએ આજીજી કરી, પરંતુ લાંબા સમય સુધી 7.89 કરોડ વિજ બીલ શા માટે બાકી રખાયું તે પણ ગંભીર સવાલ છે…

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">