AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અભિનેત્રી પાયલ રોહતગીને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, ફરિયાદ રદ કરી

ગુજરાત હાઈકોર્ટે અભિનેત્રી પાયલ રોહતગીને રાહત આપી છે. જેમાં સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુદ્દે રાહત આપી છે. પાયલ રોહતગીની હાઈકોર્ટમાં બિન શરતી માફી બાદ ફરિયાદ રદ કરવામાં આવી છે.

Breaking News : અભિનેત્રી પાયલ રોહતગીને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત, ફરિયાદ રદ કરી
Gujarat Highcourt And Payal Rohatgi
| Updated on: Apr 29, 2023 | 11:11 PM
Share

ગુજરાત હાઈકોર્ટે અભિનેત્રી પાયલ રોહતગીને રાહત આપી છે. જેમાં સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુદ્દે રાહત આપી છે. પાયલ રોહતગીની હાઈકોર્ટમાં બિન શરતી માફી બાદ ફરિયાદ રદ કરવામાં આવી છે.બોલિવુડની જાણીતી અભિનેત્રી પાયલ રોહતગીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પાયલે સેટેલાઇટની સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવા મામલે તેમના વિરૂદ્ધ દાખલ થયેલી ફરિયાદ રદ કરવાની માગણી કરી  હતી ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સોગંદનામુ કરવા આદેશ કર્યો  હતો. જેની બાદ હાઇકોર્ટે ફરિયાદ રદ કરી છે.

પાયલ રોહતગીએ કોર્ટ સમગ્ર માગી છે માફી

આ પહેલા બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ કરવા કોર્ટમાં માફી માગી લીધી છે. અભિનેત્રીએ કેસમાંથી રાહત મેળવવા તેમજ કેસ રદ કરવા કોર્ટ સમક્ષ આંસુ સાર્યા છે. જો કે FIR રદ કરવી કે નહીં તે અંગે કોર્ટ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. પાયલ રોહતગીના કેસમાં શનિવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

શું છે સમગ્ર વિવાદ ?

આ સમગ્ર વિવાદ પર નજર કરીએ તો પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટની સુંદર એપિટોમ સોસાયટીની એક ગ્રૂપ મીટિંગમાં ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાયલ રોહતગીએ સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અશ્વીલ મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલે મીટિંગ દરમિયાન સભ્યોને ડરાવવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ શરૂ કર્યું હતું. જે અટકાવવાનું કહેતા જ સભ્યો સાથે અપશબ્દો બોલવાનું શરુ કર્યુ હતુ.

જે પછી પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાાંગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. પાયલ રોહતગીના વીડિયો અને ધમકીથી ડરીને સોસાયટીના બાળકો અને સિનિયર સિટીઝન ઘરની બહાર નિકળતા ડરતા હતા. જે બાદ પાયલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">