Breaking News : ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સુરતની દુષ્કર્મ પીડીતાને 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી
પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે.

ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુરતની દુષ્કર્મ પીડીતાને હાઇકોર્ટે રાહત આપી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કરેલી અરજીને હાઈકોર્ટે મંજૂર કરી છે. 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઇ પીડિતાને 26 અઠવાડિયાનો ગર્ભ હોય છતા ગર્ભપાત માટે મંજુરી આપવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ છે.
23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયુ હતુ.
સુરતની 23 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ થયુ હતુ. હાલ તેને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની રજૂઆત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં પીડિતાના પરિવાર દ્વારા ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. પીડિતા માનસિક અસ્થિર હોવાનું અને પિતાની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી. જેથી ગર્ભપાતની મંજૂરી આપવા માગ કરવામાં આવી હતી.
મેડિકલ તપાસના રિપોર્ટ બાદ હાઇકોર્ટ તરફથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. પીડિતા પર તેના પિતાના મિત્ર દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. હાલ આ કેસમાં આરોપી જેલ હવાલે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપતા મોટી રાહત મળી છે.
હિરણ નદીમાં પ્રદૂષણ અંગે પણ સુનાવણી હાથ ધરાઇ
બીજી તરફ હિરણ નદીમાં પ્રદૂષણ અંગે પણ જાહેરહીતની અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. હાઇકોર્ટની ફટકાર બાદ તાલાલા નગરપાલિકાએ સોગંદનામુ રજૂ કર્યું. આ સોગંદનામામાં મહત્વનો ખુલાસો થયો. કરોડો રૂપિયાનું વીજબિલ બાકી હોવાથી STP પ્લાન્ટને વીજ કનેક્શન આપવા PGVCLએ ઈન્કાર કર્યો છે. STP પ્લાન્ટ ચાલુ ન થવાના કારણે પ્રદૂષિત પાણી સીધેસીધું હિરણ નદીમાં ઠલવાતું હોવાનો હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કરવામાં આવ્યો. અગાઉ પણ PGVCLએ બાકી વીજબીલની ભરપાઈ કરવા તાલાલા નગરપાલિકાને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટમાં અરજીની ગંભીરતાને ધ્યાને રાખી તાલાલા નગરપાલિકાએ PGVCLને વિનંતી કરી હતી. બાકી વીજબિલ હોવા છતાં વીજ જોડાણ આપવા નગરપાલિકાએ આજીજી કરી, પરંતુ લાંબા સમય સુધી 7.89 કરોડ વિજ બીલ શા માટે બાકી રખાયું તે પણ ગંભીર સવાલ છે…
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…