AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 7 આતંકીઓની કરી ધરપકડ, જૈશ એ મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો

પાટણ અને બનાસકાંઠામાંથી ATSએ 7 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી છે. આ પહેલા પણ 8 આંતકવાદીઓ ઝડપાય ચૂક્યા છે.આતંકીઓને લઈને મોટોખુલાસો થયો છે. આતંકીઓએ 3 લાખની ગાડી ખરીદી હતી.

Breaking News : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 7 આતંકીઓની કરી ધરપકડ, જૈશ એ મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો
Image Credit source: AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2026 | 11:45 AM
Share

રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. પાટણ અને બનાસકાંઠામાંથી ATSએ 7 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી છે. પાટણનાં ચાટવાડા, નેદ્રા, હૈદરપરા, ખડીયાસણમાંથી 5 આંતકીઓની અટકાયત કરવામાં આવી છે. તો બનાસકાંઠાનાં કમાલપુરાથી પણ 2 આંતકીઓની અટકાયત કરવામાં આવી છે.આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની આશંકા હાલ સામે આવી રહી છે. હજી આવનારાં દિવસોમાં ATS વધુ મોટો ઘટસ્ફોટ કરી શકે છે.અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા હતા. જેના થકી આ 7 આતંકી વિશે જાણકારી મળી. 6 મહિનાથી આ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા.

 7 આતંકીઓ ઝડપ્યા

આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે. આતંકીઓને તાલીમ આપવામાં આવી હતી.કટ્ટરવાદી તાલીમને લઈ આતંકીઓની ATS પુછપરછ કરી રહી છે. 8 આતંકીઓ પૈકી અહમદ અને ઈબ્રાહિમ દ્વારા જૈસ એ મોહમદ મોડ્યુલ શરૂ કર્યું. 6 મહિનાથી પાકિસ્તાન હેન્ડલર સાથે સતત સંપર્ક માં હતા.વોટ્સ એપમાં કટ્ટરવાદી આતંકી સંગઠનનું એક ગ્રુપ બનાવ્યું હતું. ગ્રુપમાં પકડાયેલ 8 અને પાકિસ્તાની હેન્ડલર્સ દરરોજ વોટ્સએપ કોલથી સંપર્કમાં રહેતા હતા. ટેલીગ્રામથી પણ આતંકીઓ જોડાયા હતા. સ્લીપર સેલની જેમ આતંકવાદી સંગઠન ઉભું કરવામા આવ્યું હતું. આતંકીઓને પાકિસ્તાન હેડલર ટાસ્ક આપવાના હતા.

આતંકીઓના ઘરે સર્ચ દરમ્યાન જૈસ એ મોહમદ ફ્લેગ, મસૂદ અહેમદની કટ્ટરવાદવાળી પુસ્તક, રોકડ રકમ મળી આવ્યા.આતંકીના ઘરે એક મોબાઈલ ફોન મળી આવ્યો જેમાં અનેક પુરાવા મળી આવ્યા હતા.હાલ ફોનને એફ.એસ.એલમાં મોકલી ચેટ રિકવર કરવામાં આવી રહી છે.

આતંકીઓએ 3 લાખની ગાડી ખરીદી

બનાસકાંઠાના ભાગઢ અને ટોકરિયા ખાતે ATSએ રી કન્સ્ટ્રકશન કર્યું હતુ. યુવા વર્ગને વધુને વધુ યુવકોને કટ્ટરવાદી બનાવવા માટે આતંકીઓને ટ્રેનિંગ આપવાનું ષડયંત્ર રચવાના હતા.આતંકીઓને ફંડીગને લઈને તપાસ શરુ કરવામાં આવી છે. પાલનપુર પાસે ડેથ ટ્રોપ થી 3 લાખ મોકલ્યા હતા, ત્યાં ATS પંચનામુ કર્યુ હતુ.આતંકીઓએ 3 લાખથી ગાડી ખરીદી હતી. અગાઉ પણ પાકિસ્તાની હેન્ડલર્સ પૈસા મોકલ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આતંકીઓ બરોડા પાસે એક કાશ્મીરી યુવક સાથે મિટિંગ કરી હતી. ગુજરાત ATSની ટીમ જમ્મુ કાશ્મીર યુવકની તપાસ શરૂ કરી રહ્યા છે.હાલ પકડાયેલ આતંકીઓની સેન્ટ્રલ એજન્સી પૂછતાછ શરૂ કરી છે.

કાનુની સવાલ : ભૂલથી પણ રેલવેની ચાદર, ધાબળા અને ઓશિકા તમારા બેગમાં ન નાખતા, પકડાશો તો જેલ ભેગા થશો અહી ક્લિક કરો

Follow Us
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
g clip-path="url(#clip0_868_265)">