Breaking News : નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભામાં મહત્વની જાહેરાત, મહિલા ધારાસભ્યોને મળશે વધારાની એક કરોડની ગ્રાન્ટ

ગુજરાત વિધાનસભા સત્રમાં ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે. મહિલા ધારાસભ્યોને હવેથી વધારાની એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.

Breaking News : નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભામાં મહત્વની જાહેરાત, મહિલા ધારાસભ્યોને મળશે વધારાની એક કરોડની ગ્રાન્ટ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:09 PM

ગુજરાત વિધાનસભા સત્રમાં ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગુજરાત વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે. મહિલા ધારાસભ્યોને ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વધારાની એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. નાણાવિભાગની માગણીઓમાં મહિલા ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. ત્યારે મહિલા ધારાસભ્યોની આ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેમની ગ્રાન્ટ વધારવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, ગુજરાતમાં કમોસમી વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, અમદાવાદ ગાંધીનગરમાં પડશે વરસાદ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નાણાંવિભાગની ચર્ચામાં મહિલા ધારાસભ્યોએ કરી હતી માગણી

ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાણાંવિભાગની ચર્ચા ચાલી રહી હતી. એ સમયગાળા દરમિયાન મહિલા ધારાસભ્યો દ્વારા કેટલીક માગણી મુકવામાં આવી હતી. લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે પોતાની માગણી મુકી હતી. મહિલા ધારાસભ્યોએ માગ કરી હતી કે તેમને એક કરોડ રુપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે. જે પછી નાણામંત્રી દ્વારા આ માગણી સ્વીકારી લેવામાં આવી છે. થોડી જ વારમાં નાણાંમંત્રીએ મહિલા ધારાસભ્યોને એક કરોડ રુપિયાની વધારાના આપવાની જાહેરાત કરી છે.

આ વાર્ષિક નાણાંકીય વર્ષ સુધી જ મળશે એક કરોડની વધુ ગ્રાન્ટ

આ જે નાણાંકીય વર્ષ ચાલી રહ્યુ છે તે નાણાકીય વર્ષ એટલે આ વર્ષ પુરતી જ મહિલા ધારાસભ્યોને જે ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે તેના કરતા વધુ એક કરોડ રુપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત ખુદ નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા ગૃહમાં કરી છે.

આ નાણાંકીય વર્ષમાં મળશે કુલ અઢી કરોડ રુપિયાની ગ્રાન્ટ

અત્યારે હાલ ધારાસભ્યોને જે ગ્રાન્ટ મળે છે તે દોઢ કરોડ રુપિયાની મળે છે. જો કે આ વાર્ષિક નાણાંકીય વર્ષમાં મહિલા ધારાસભ્યોને વધુ એક કરોડ રુપિયા ગ્રાન્ટ સાથે કુલ અઢી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

મહત્વનું છે કે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ કરવા માટે વેલમાં ધસી આવ્યા હતા.  પ્રશ્નકાળ દરમિયાન આ તમામ વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં સૂઈ ગયા હતા. જો કે તેમને ઉંચકીને બહાર લઈ જવાયા હતા.  અને તેમને ગૃહની કાર્યવાહીમાંથી પહેલા કલમ 51 મુજબ એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ અને બલવંતસિંહ રાજપૂત તેમજ રાઘવજી પટેલની રજૂઆત બાદ તમામ ધારાસભ્યોને કલમ 52 મુજબ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">