Breaking News : ગુજરાત વિધાનસભાની કામગીરી હવે સોશિયલ મીડિયા પર જોઇ શકાશે, ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરાઇ વેબસાઇટ
તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. જે પછી તમામ પ્રશ્નતરી મહ્ત્વમાં ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે.
ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. જે પછી તમામ પ્રશ્નતરી મહ્ત્વમાં ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે.
ગુજરાત વિધાનસભાની કામગીરી વિશે જાણી શકાશે
ગુજરાત વિધાનસભામાં કેવી રીતે કામગીરી થતી હોય છે તે જાણવામાં સૌ કોઇને રસ હોય છે. ત્યારે હવે કોઇ પણ વ્યક્તિ આ કામગીરી સોશિયલ મીડિયા પર જોઇ શકશે. આજથી જ ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરી દેવામાં આવી છે. જેના પર વિધાનસભામાં થતી તમામ પ્રશ્નોત્તરી અને મહત્વના ડોક્યુમેન્ટ જોઇ શકાશે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે YouTube ચેનલ લોન્ચ થશે
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધાનસભાની YouTube ચેનલ પણ લોન્ચ કરવામાં આવશે. જેમાં તમામ ધારાસભ્યો અને મંત્રીઓના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનો તેમાં અપલોડ કરવામાં નહીં આવે.
વિધાનસભાનું જીવંત પ્રસારણ કરવા અંગે હાલ કોઇ નિર્ણય ન લેવાયો
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે જીવંત પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ હવે તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ ગૃહમાં આપેલા નિવેદનને સોશિયલ મીડિયા પર જોઈ અને સાંભળી શકાશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..