AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, વીજ ઉત્પાદન માટે 1 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે.

Breaking News: મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, વીજ ઉત્પાદન માટે 1 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 2:05 PM
Share

મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડવાના કારણે નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની આવક 40,895 ક્યુસેક થઈ રહી છે જ્યારે જાવક 5,178 ક્યુસેક થઈ રહી છે. સી.એચ.પી.એચ. નું 1 ટર્બાઇન વીજ ઉત્પાદન માટે ચાલુ કરવામાં આવ્યું છે. અત્યારે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી

મધ્યપ્રદેશની સાથે હાલમાં ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે અને ચોમાસુ બરાબર જામ્યુ છે. આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આમ તો સમગ્ર ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે પરંંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Monsoon 2023 Breaking : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસ અતિભારે, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયુ

હવામાન વિભાગની આગાહી મૂજબ ગુજરાતના ઘણા જીલ્લાઓમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના બધાજ શહેરોમાં વરસાદની આગાહી કરવામાંં આવી છે. કચ્છ અને જામનગરમાં 8 જુલાઈના રોજ રેડ એલર્ટ હવમાન વિભાગ દ્વારા આપવામાં આવ્યુ છે.

જળ સપાટીમાં વધારો  થતા કેનાલમાં 1,302 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

આ પહેલા પણ મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો ત્યારે પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં ડેમની જળ સપાટી 38 સેમી વધી હતી. તે સમયે ડેમની જળ સપાટી 121.32 મીટર પર પહોંચી હતી. જળ સપાટીમાં વધારો  થતા કેનાલમાં 1,302 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ રહેશે તો નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાવાની શક્યતા છે.

With Input: વિશાલ પાઠક, નર્મદા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">