Junagadh Rain Video : ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ, વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video માં પ્રકૃતિની સુંદરતા !
Monsoon update 2023 : જૂનાગઢ અને મેંદરડામાં તો અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ છે.
Junagadh : જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદી (Rain) માહોલ છવાયેલો છે. જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જૂનાગઢ અને મેંદરડામાં તો અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો.
ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ સર્જાયુ છે. વરસાદને કારણે ગિરનાર પર્વત પર લીલોતરી છવાઇ છે. તો સતત વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદ બાદ ડેમ આસપાસ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos