Monsoon 2023 Breaking : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસ અતિભારે, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયુ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઑફસોર ટ્રફ, સર્ક્યુલેશન અને સાયક્લોનિક સિસ્ટમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.

Monsoon 2023 Breaking : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસ અતિભારે, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયુ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 07, 2023 | 3:06 PM

Monsoon 2023 : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે તેમાં પણ સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઑફસોર ટ્રફ, સર્ક્યુલેશન અને સાયક્લોનિક સિસ્ટમથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો-Breaking News: મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, વીજ ઉત્પાદન માટે 1 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર

આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે આવતીકાલ સુધીમાં કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. હાલ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના વિસ્તારમાં રાત્રે ત્રણ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ સહિત મકાનોને નુકસાન પહોંચ્યુ છે. તંત્રએ વરસાદમાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે પુરી તૈયારીઓ કરી છે. સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. તો ડિઝાસ્ટરને પહોંચી વળવા સ્ટાફ પુરી તૈયારીઓ સાથે સજ્જ છે.

જાણો કયા કયા વિસ્તારોમાં રહેશે વરસાદ

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી પ્રમાણે ગુજરાતમાં ગાજવીજ અને 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, નવસારી, નર્મદા, બનાસકાંઠા, પાટણમાં  વરસાદની આગાહી  કરવામાં આવી છે.

તો સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વરસાદની આગાહી છે. 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં  રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 9 જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(with input- Sajid Belim, Surendranagar )

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">