AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેશોદમાં એક તરફી પ્રેમમાં માસિયાઈ બહેનને છરીના 18 ઘા ઝીંકયા, યુવતી સારવાર હેઠળ

જુનાગઢ જિલ્લાના કેશોદ ગામની કે જ્યાં એકતરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાની સગી માસીની દિકરી બહેનને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને જ્યારે યુવતી માની ન હતી ત્યારે તેના પર છરી વડે ઉપરાછાપરી 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને કેશોદથી રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે

Breaking News: કેશોદમાં એક તરફી પ્રેમમાં માસિયાઈ બહેનને છરીના 18 ઘા ઝીંકયા, યુવતી સારવાર હેઠળ
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 25, 2023 | 11:47 PM
Share

રાજયમાં ફરી એક વાર ગ્રીષ્મા  તેમજ  સૃષ્ટિ રૈયાણી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થયું હતું. જૂનાગઢ  જિલ્લાના કેશોદ ગામની કે જ્યાં એકતરફી પ્રેમમાં પાગલ એક યુવકે પોતાની સગી માસીની દિકરી બહેનને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને જ્યારે યુવતી માની ન હતી ત્યારે તેના પર છરી વડે ઉપરાછાપરી 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને કેશોદથી રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

યુવતી હાલ સારવાર હેઠળ

ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને કેશોદથી રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ ઘટનાએ સુરતની ગ્રિષ્મા વેકરીયા અને જેતપૂરની સૃષ્ટિ રૈયાણી હત્યા કેસની યાદ અપાવી હતી.આ બંન્ને ઘટનામાં પણ એકતરફી પ્રેમમાં પાગલ યુવકોએ હત્યા નીપજાવી હતી.

સાસણથી ઘરે આવ્યો,લગ્ન કરવાની ના પાડતા તૂટી પડ્યો- પીડિત યુવતી

આ અંગે ભોગ બનનાર પૂજા ગોસ્વામીએ કહ્યું હતું કે હું શુૂક્રવારે સાંજના સમયે મારા ઘરે ઘરકામ કરી રહી હતી. હું ઘરે કપડાં ધોતી હતી ત્યારે પાછળથી આવીને મારી સાથે બળજબરી કરીને છરીના ઘા મારવા લાગ્યો હતો. છરીના 18 જેટલા ઘા માર્યા છે. મેં બચવાની ઘણી કોશિશ કરી, પણ તેણે એટલા બધા છરીના ઘા માર્યા હતા કે મારામાં શક્તિ જ રહી નહોતી.   મારો માસીયાઇ ભાઇ કિશન સાસણથી ઘરે આવ્યો હતો. મને એકલી જોઇને મારા પર દબાણ કરવા લાગ્યો હતો.તું મારી સાથે બોલતી નથી,તારે મારી સાથે જ લગ્ન કરવા પડશે તેવું કહીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો મેં જ્યારે ના પાડી તો હું કંઇ સમજું તે પહેલા જ તેને તેની પાસે રહેલી છરીના ઉપરાછાપરી 18 જેટલા ઘા ઝીંકી દીધા હતા.

હું મરી ગઈ  છું તેવું સમજીને તે ત્યાંથી ભાગી ગયો

યુવતીએ જણાવ્યું હતું અતિ  ગંભીર હાલતમાં બેભાન થઇ ગઇ હતી. હું મૃત્યુ પામી છું તેવું સમજીને તે ત્યાંથી ભાગી ગયો બાદમાં મારી બહેન આવી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ત્યાંથી સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ અગાઉ પણ કિશન જો મારી સાથે પ્રેમ સબંઘ નહિ રાખે તો હું તને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો તેવું પૂજાએ નિવેદન આપ્યું હતું.

કેશોદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. કે. ગઢવીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે યુવતીનું નિવેદન લઇને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશન પુજાનો માસિયાઇ ભાઇ થાય છે અને છેલ્લા બે વર્ષથી યુવતીને પરેશાન કરતો હોવાનું સામે આવ્યું છે.

શુક્રવારની સાંજે કિશન સાસણથી કેશોદ આવ્યો હતો અને યુવતી રે એકલી છે તેની ખરાઇ કરીને ઘરમાં પ્રવેશીને હુમલો કર્યો છે હાલમાં યુવતીની ફરિયાદના આધારે કિશન વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં કિશન પોલીસના હાથવેંતમાં છે અને પોલીસ તેની પુછપરછ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">