AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, વાંચો સમગ્ર FIR

અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.

Breaking News :અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, વાંચો સમગ્ર FIR
Ahmedabad ISKCON Bridge Accident Thatya Patel Fir
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 7:30 PM
Share

Ahmedabad: અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત( ISKCON Bridge Accident)  કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.  જેમાં ટ્રાફિક શાખામાં પોલીસ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા છે. જેમાં તથ્ય પટેલ જેગુઆર કાર પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેગુઆર કારથી 9 જેટલા લોકોને 120 ફૂટ જેટલા ઢસડયા હતા.

જ્યારે અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.

જેમાં તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ઇપીકો. કલમ 279,337,338,304,504,506(2) ,114 તથા એમ. વી. એક્ટ 177,184,134 (બી) મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે. પ્રજ્ઞેશ પટેલની પાસે કાર GJ-01-WK-009393 ચલાવતો હતો.

કોનાં-કોનાં મોત?

1 . રોનક રાજેશભાઈ વિહલપરા ઉંમર 23 વર્ષ બોટાદનો વતની થલતેજમાં પીજીમાં રહે છે

2 . કુણાલ નટુભાઈ કોડીયા ઉંમર 23 વર્ષ બોટાદનો વતની થલતેજમાં પીજીમાં રહે છે

3. અમન અમિરભાઈ કચ્છી ઉંમર 25 વર્ષ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની

4. અરમાન અનીલભાઈ વઢવાનિયા ઉંમર 21 વર્ષ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની

5. અક્ષર અનીલભાઈ પટેલ ઉંમર 21 વર્ષ બોટાદનો વતની વસ્ત્રાપુરમાં પીજીમાં રહે છે કૉલેજમાં એડમિશન માટે આવ્યો હતો

6.નિરવ રામાનુજ ઉંમર 22 વર્ષ ચાંદલોડિયાનો રહેવાસી

7.ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર ઉંમર 40 વર્ષ ટ્રાફિક જવાન, SG-2 પોલીસ સ્ટેશન

8. નિલેશ મોહનભાઈ ખટીક ઉંમર 38 વર્ષ હોમગાર્ડના જવાન, બોડકદેવ

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની અટકાયત કરાઇ

આ ઉપરાંત, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ (ISKCON bridge) પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેની કારમાં હાજર તેના મિત્રોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે તથ્ય પટેલ ઉપર IPCની 304 કલમ એટલે સદોષ મનુષ્ય વધની કલમ લગાવવામાં આવી છે. તો તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટનાની પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે. એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ સામેની ડ્રાઈવ વધુ સઘન અને વ્યાપક બનાવવા દિશા નિર્દેશો અપાયા છે. આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેવા દાખલારૂપ કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">