Gujarati Video : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની અટકાયત કરાઇ
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પ્રજ્ઞેશ વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી, ધાકધમકી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
Ahmedabad: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના(Iskon Bridge Accident) કેસમાં આરોપી તથ્યના પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. તેમજ તથ્યની કારમાં સવાર તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. કારમાં તથ્ય ઉપરાંત 2 યુવક અને 3 યુવતી હતા. આર્યન પંચાલ અને શ્યાન સાદર નામના યુવકની અને 3 યુવતીઓ શ્રેયા, ધ્વનિ પંચાલ અને માલવિકાની પણ અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો રાત્રે મકરબા નજીકના કાફેમાં બેઠા હતા.
આ પણ વાંચો :
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પ્રજ્ઞેશ વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી, ધાકધમકી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ ભૂતકાળમાં આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓવર્ષ 2012, 2016, 2017, 2019માં કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે.
જ્યારે વર્ષ 2020માં પ્રજ્ઞેશ સામે 4 ગુનાઓ નોંધાયેલા હતા. તેમજવર્ષ 2021માં પણ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે.
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
