Gujarati Video : રાજકોટના ધોરાજીમાં સતત વરસાદે તારાજી સર્જી, ખેતરો બેટમાં ફેરવાયા
ખેડૂતોએ મહામહેનતે જેટલો પણ પાક વાવ્યો તે નષ્ટ થઈ ગયો છે. પહેલા વાવાઝોડું પછી મુશળધાર વરસાદે ખેડૂતોની દશા બગાડી છે. ઝાંઝમેરના ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
Rajkot: રાજકોટના ધોરાજી(Dhoraji)તાલુકામાં વરસેલા ભારે વરસાદે ચૌ તરફ તારાજી સર્જી છે. સાંબેલાધાર વરસેલા વરસાદે(Rain)ઝાંઝમેર ગામના ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. વરસાદખી ખેતરોમાં ઉભા પાકનું ધોવાણ થતા ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે. ઝાંઝમેર અને આસપાસના વિસ્તારોમાં 6થી 7 ઈંચ વરસાદથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
આ પણ વાંચો : Monsoon 2023 : જામનગરમાં ભારે વરસાદ વરસતા ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર ફરી વળ્યા પાણી, Videoમાં જુઓ દ્રશ્યો
એક નહીં પણ અનેક ખેડૂતોની આવી સ્થિતિ છે. ખેડૂતોએ મહામહેનતે જેટલો પણ પાક વાવ્યો તે નષ્ટ થઈ ગયો છે. પહેલા વાવાઝોડું પછી મુશળધાર વરસાદે ખેડૂતોની દશા બગાડી છે. ઝાંઝમેરના ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
ઝાંઝમેર ગામના સરપંચ પર મોટાપાયે નુક્સાનીની વાત સ્વિકારી રહ્યા છે. તો બીજી તરફ સરપંચે તાત્કાલિક ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી ખેડૂતોને વળતર અપાવવાનું આશ્વાસન આપ્યુ છે
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
