AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ શહેરમાં તળાવમાં સુરક્ષાને લઈને SOP જાહેર, લાઈફ જેકેટથી CCTV સુધી સુરક્ષાના નિયમો કડક કરાયા

તળાવોમાં સુરક્ષા માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે. લાઈફ જેકેટથી CCTV સુધી, સુરક્ષાના કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.બોટિંગ સ્થળે ઈમરજન્સી ટીમ ફરજીયાત કરવામાં આવી છે.

Breaking News : અમદાવાદ શહેરમાં તળાવમાં સુરક્ષાને લઈને SOP જાહેર, લાઈફ જેકેટથી CCTV સુધી સુરક્ષાના નિયમો કડક કરાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2026 | 2:00 PM
Share

પેરાગ્લાઈડિન, ટ્રેકિંગ કે પછી બોટિંગની વાત આવે ત્યારે લોકો આ ટ્રિપને એક વખત એન્જોય કરવાનો આનંદ લેવા માંગતા હોય છે. પરંતુ ક્યારે ક આવી મોજમાં જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. કેટલીક વખત એવી ઘટનાઓ પણ સામે આવે છે કે, સંચાલકોની બેદરકારીના કારણે લોકો જીવ ગુમાવે છે. બોટ સેફ્ટીના સાધનો ન હોય અથવા તો પ્રવાસીઓને લાઈફ જેકેટ પહેરાવવામાં આવતા નથી.

તળાવમાં સુરક્ષાને લઈને SOP જાહેર

થોડા વર્ષો પહેલા વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ જવાયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ બોટમાં તમામને લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

તપાસમાં ખુલાસો થયો હતો કે, બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે આવી ઘટનાઓ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. આવી દુખદ ઘટનાઓ ન બને અને લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે એસઓપી જાહેર કરવામાં આવી છે.

CCTV કેમેરા લગાવવા SOPમાં સૂચના

અમદાવાદ શહેરમાં તળાવમાં સુરક્ષાને લઈને SOP જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે લોકોની સુરક્ષા માટે SOP જાહેર કરી છે. બોટિંગ સ્થળે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ફરજીયાત કરવામાં આવી છે.SOP મુજબ મુસાફરો જેટલા લાઈફ જેકેટ રાખવા પડેશ. ટિકિટ સમયે મુસાફરનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જરૂર હોય ત્યાં CCTV કેમેરા લગાવવા SOPમાં સૂચના આપવામાં આવી છે.બોટિંગ સ્થળે મુસાફરોની ક્ષમતા દર્શાવતા બોર્ડ લગાવવાના રહેશે.ટ્રીપમાં કેટલા મુસાફરો ગયા તેનો રેકોર્ડ રાખવો પડશે.

બોટિંગ સ્થળે ઇમરજન્સી બોટ ફરજીયાત રાખવી પડશે. બોટિંગ સ્ટાફ, તરવૈયા અને નિષ્ણાત લોકોને રાખવા પડશે. કોર્પોરેશન મંજૂરી વગર કોઈપણ સ્ટોલ નહીં રાખી શકાય.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">