Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ CM સહિત કોણ કોણ હતું સવાર ? અહીં જુઓ નામ સાથે આખું List
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ આઈજીપી ગ્રાઉન્ડમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન નં. 171 આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભર્યા બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. જોકે આ વિમાનમાં સવાર મુસાફરોનુ લિસ્ટ સામે આવ્યું હતું.

અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં , ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે. સુરક્ષા માટે સમગ્ર વિસ્તાર સીલ કરીને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેના નામ સહિતનું આખું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે..
અગાઉ મળેલી અણધારી માહિતી અનુસાર અંદાજે 100થી વધુ લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટનાને લઈ કેટલાક સૂત્રો દાવો કરી રહ્યાં છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હોઈ શકે છે, જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વિમાન ટેકઓફ પછી માત્ર બે મિનિટમાં જ ક્રેશ થયું હતું, જેના લીધે ટક્કર ખુબ જ ગંભીર અને વિનાશક રહી. ઘટનાસ્થળેથી અનેક વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેને જોઈને લોકમાં ભય અને દુઃખનો માહોલ સર્જાયો છે.
Former Minister Bhupendrasinh Chudasama to reach Civil Hospital. Ex CM Vijay Rupani was reported onboard #BreakingNews #AirIndiaFlight #AirIndia #AirIndiaLondonFlightCrash #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #Gujarat #TV9Gujarati pic.twitter.com/7XlDJGjUjN
— Tv9 Gujarati (@tv9gujarati) June 12, 2025
સૂત્રોના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. સાથે જ એક મહત્વની બાબત એ છે કે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેમના હાલ વિશે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી મળેલી નથી.
ઘટનાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના DGP સાથે સંપર્ક કરી વિગતો મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તાત્કાલિક એક્શન મોડમાં પ્રવેશી ગયા છે. બચાવ કામગીરીમાં NSGની ટીમે પણ મોરચો સંભાળી લીધો છે.
આ દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટનો રનવે અનિશ્ચિત સમય માટે બંધ રાખવામાં આવ્યો છે અને તમામ અન્ય ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં આ દુર્ઘટનાને લઈને ભારે ચિંતા અને દુઃખનો માહોલ છે.
