AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 80 કરોડનો દંડ ચૂકવ્યો, હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે. શહેરમાં 16 ટોઈંગ વાન કાર્યરત છે. 130 ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે. અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015 થી અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ -ચલણની વિગતો પણ કોર્ટમાં મુકાઈ હતી.

Breaking News અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 80 કરોડનો દંડ ચૂકવ્યો, હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું
Ahmedabad Traffic
Ronak Varma
| Edited By: | Updated on: May 04, 2023 | 11:38 PM
Share

અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015 થી 2023 દરમ્યાન 80 કરોડનો દંડ ચૂકવ્યો છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે. જેમાં ટ્રાફિક,પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું. જેમાં અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ મુદ્દે કોર્ટમાં વિગતો મુકાઈ હતી.  પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં શહેરની વહેંચણી કરવામાં આવી હતી. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે.

વર્ષ 2015થી 2023 સુધીમાં 2536545 ઈ ચલણ ઈશ્યુ થયા હતા

જેમાં ગુજરાત સરકારે આજે જણાવ્યું હતું કે, શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે. શહેરમાં 16 ટોઈંગ વાન કાર્યરત છે. 130 ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે. અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015 થી અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ -ચલણની વિગતો પણ કોર્ટમાં મુકાઈ હતી. જ્યારે વર્ષ 2015થી 2023 સુધીમાં 2536545 ઈ ચલણ ઈશ્યુ થયા હતા. તેમજ અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા 80,15,22,960 નો દંડ ચૂકવ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video: દાહોદમાં નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ, દેસાઈવાડાથી ગોધરા રોડ સુધી નડતરરૂપ દબાણોનો સફાયો

ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા 1780700 વસુલાયો છે

જેમાં ગેરકાયદેસર પાર્કિંગના પહેલા ગુના માટે 500 રૂપિયા દંડ, બીજા અને તે પછીના તમામ ગુનાઓ માટે ₹1,000 દંડ વસૂલવામાં આવે છે. જેમાં વર્ષ 2022 23 માં ગેરકાયદેસર પાર્કિંગના 21,650 કેસ નોંધાયા છે અને રૂપિયા 1,08,54,100 દંડ પેટે વસૂલાયા છે. જ્યારે ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગના 7793 કેસ નોંધાયા છે. ક્લેમ્પ ચાર્જ રૂપિયા 3613500 વસૂલાયો છે. ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા 1780700 વસુલાયો છે.

એક જાન્યુઆરી 2022 થી 29 એપ્રિલ 2023 સુધીમાં 24489 વાહનો નું ટોઈંગ કરાયું, જેમાં રૂપિયા 1,47,05,100 ટોઈંગ ચાર્જ અને 52,44,500 પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે. શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ સેલની રચના કરાઈ છે. જે શહેરની ટ્રાફિકની સ્થિતિનું મોનિટરિંગ કરશે. ઈ ચલણ ભરવા માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બની હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">