Breaking News: અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલો, ગેરરીતિ મામલે 2 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ
અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે બ્રિજ બનાવવામાં આચરવામાં આવેલી ગેરરિતી મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 2 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી. અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 લોકો સામે ચાર્જશીટ તૈયાર કરાઇ છે.
અમદાવાદ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે બ્રિજ બનાવવામાં આચરવામાં આવેલી ગેરરિતી મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 2 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી.
અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 લોકો સામે ચાર્જશીટ તૈયાર કરાઇ છે. ચાર્જશીટમાં 65 થી વધુ સાક્ષીઓ અને અનેક દસ્તાવેજી પુરાવાઓ સામેલ છે. ચાર્જશીટમાં 12 થી વધુ ભાગેડુ આરોપી પણ દર્શાવાયા છે. હાટકેશ્વર બ્રિજ બન્યાના થોડા સમયમાં જ વાહનો આ બ્રિજ બંધ માટે કરાયો હતો.
Tv9નાં સતત અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રિજ બનાવતા દરમિયાન થયેલી ગેરીરીતિનો Tv9 દ્વારા પર્દાફાશ કરાયો હતો. Tv9 નાં અહેવાલ બાદ સમગ્ર પ્રકરણ મામલે ફરિયાદ નોંધાઈ હતી.
ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનાર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શાસકોએ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ કરાયો હતો, જોકે કાયદામાં કોઇ જોગવાઇ ન હોવાથી અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે અને નવા બ્રિજ માટેનું આયોજન કરાશે.
આ પણ વાંચો : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં વધુ એકની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો, પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
બીજી તરફ અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપની દ્વારા પલ્લવ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. જોકે કંપનીના સંચાલકો સામે કેસ અને કાર્યવાહી થતાં હવે પલ્લવ બ્રિજનું કામ પણ ખોરંભે ચડ્યું છે. મહત્વની બાબત એ છે કે કોન્ટ્રાક્ટર પાસેથી બ્રિજ તોડવા અને નવા બનાવવા માટેનો ખર્ચ વસૂલવાનો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો