AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જામનગરમાં ઉજવાશે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ, મુખ્યમંત્રી અને રાજયપાલ સહિતના મહાનુભાવોની હાજરીમાં વિકાસકામોના થશે લોકાર્પણ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિને પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

Breaking News : જામનગરમાં ઉજવાશે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ, મુખ્યમંત્રી અને રાજયપાલ સહિતના મહાનુભાવોની હાજરીમાં વિકાસકામોના થશે લોકાર્પણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 1:35 PM
Share

1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. 1 મેએ 63મો ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીગણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિને પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Gandhinagar : ખરીફ ઋતુમાં ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તેને અનુલક્ષીને કૃષિમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, બીજ નિગમના અધિકારીઓ રહ્યા હાજર

જામનગરમાં વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગેની માહિતી આપી હતી. ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, 1મેએ 73માં ગુજરાત સ્થાપના દિવસની જામનગરમાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. સાથે જ જામનગરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે.

કુલ રૂ. 303.49 કરોડની રકમના કામોનું થશે લોકાર્પણ

ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજય મંત્રીમંડળના વિવિધ મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે. મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 303.49 કરોડની રકમના કુલ 551 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ,ઈ- ખાતમુહુર્ત, ઈ-ભૂમિપુજન કરવામાં આવશે.

12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું થશે અનાવરણ

વધુમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 29 એપ્રિલથી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉજવણીમાં મુખ્યમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે.

પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની 21 જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત સ્થાપના દિવસ સંદર્ભમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને શુભેચ્છાઓ પાઠવીને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બનાવવાના સરકારના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">