AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: જામનગરના દરેડમાં પરપ્રાંતિય મહિલાની હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

જામનગર નજીક દરેડમાં એક પરપ્રાતિય મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળી છે. શનિવારના રોજ મહિલાના પતિ અને પુત્ર ઘરે આવ્યા, ત્યારે તે મૃતહાલતમાં મળી આવેલી હતી. મહિલાને ગળાના ભાગે ટુંપો આપ્યો હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ. પીએમ રીપોર્ટ આવતા તે હત્યા હોવાનુ ખુલ્યું છે. પોલિસે ગુનો નોંધીને આરોપીને શોધવા કવાયત શરૂ કરી છે.

Crime News: જામનગરના દરેડમાં પરપ્રાંતિય મહિલાની હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 24, 2023 | 9:30 PM
Share

જામનગર નજીક આવેલા દરેડમાં નળી વિસ્તારમાં આવેલા નાની ઓરડીમાં એક મહિલાની લાશ મળી છે. શનિવારના રોજ મજુરી કામ કરીને ઘરે પરત આવતા પતિ અને પુત્રે મહિલાને મૃતહાલતમા જોતા પોલિસને જાણ કરી હતી. પોલિસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવતા તેના રીપોર્ટમાં ખુલાસો થયો કે તેની હત્યા થઈ છે.

આ પણ વાચો: Gujarati Video : જામનગરમાં બસના ડ્રાઈવરને અચાનક બ્રેક મારતા વિચિત્ર અકસ્માત, બસની પાછળનો કાચ તૂટતા બે વિદ્યાર્થી નીચે પટકાયા

કમલસિંઘ બધેલ તેની પત્નિ અને ત્રણ પુત્રો સાથે નળી વિસ્તારમાં આવેલી નાની ઓરડીમાં ભાડે રહેતો હતો. જે મુળમધ્યપ્રદેશના ગ્વાલીયરના રહેવાસી છે. દરેડના કારખાનામાં મજુરી માટે ગુજરાતના જામનગરમાં આવ્યો હતો. ત્રણ પુત્રો અને કમલસિંઘ મજુરી કામ કરે છે અને તેની પત્નિ મીના ઘરકામ કરતી હતી. શનિવારે સાંજે પોતાના ઘરે પહોંચ્યા તો પત્નિને મૃત હાલતમા જોતા પોલિસને જાણ કરી હતી. પોલિસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પોલિસે પીએમ રીપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

પોલિસને જાણ થતા પોલિસની ટીમે મૃતદેહનો કબ્જો મેળવીને તેનુ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે રીપોર્ટમાં મીનાની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. પોલિસે પીએમ રીપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. 45 વર્ષીય પરણિત પરપ્રાંતિય મહિલાની હત્યા શા માટે કરવામાં આવી, કોણે કરી તે સવાલોના જવાબ મેળવવા પોલિસ કાર્યવાહી શરૂ કરી છે.

ચોરી કે લૂંટ માટે હત્યા થઈ નથી

કમલેશ અને મીણાના લગ્નને 25 વર્ષ થયા છે. તેમને ત્રણ પુત્ર છે, તેમની ઓરડીમાં તે એકલી હોય ત્યારે કોઈ અજાણ્યો શખ્સે તેની હત્યા કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. તેની પાસે મોટી રોકડ, દાગીના મિલકત ના હોવાથી ચોરી કે લૂંટ માટે હત્યા થઈ નથી. પરંતુ તેની હત્યા પાછળ કોઈ આડા સંબંધ છે કે અન્ય કોઈ કારણ તે સવાલોના જવાબ મેળવવા પોલિસ આસપાસના વિસ્તારમાં તેમજ પરીવારજનોની પુછપરછ શરૂ કરી છે.

પોલિસની વિવિધ ટીમો કામ લાગી

મધ્યપ્રદેશથી આવેલ પરીવાર મજુરી કામ કરે છે. મહિલા એકલી ઘરે રહેતી હતી. પરણિતાની હત્યા કોણે અને શા માટે કરી તે માટે પોલિસની વિવિધ ટીમો કામ લાગી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">