AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ખરીફ ઋતુમાં ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તેને અનુલક્ષીને કૃષિમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, બીજ નિગમના અધિકારીઓ રહ્યા હાજર

Gandhinagar: રાજ્યના ખેડૂતોને ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બિયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ સમયસર બિયારણ મળી રહે તેને અનુલક્ષીને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યુ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બીજનિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Gandhinagar : ખરીફ ઋતુમાં ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તેને અનુલક્ષીને કૃષિમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, બીજ નિગમના અધિકારીઓ રહ્યા હાજર
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 27, 2023 | 12:51 PM
Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-2023 ઋતુ માટે ગુણવત્તાયુક્ત બિયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ખેતી નિયામક, બાગાયત નિયામક તેમજ રાજ્ય બીજ નિગમના મેનેજીંગ ડિરેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે બીજ નિગમ દ્વારા જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત અને પ્રગતિશીલ ખેડૂતો પાસે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરાવી ઉત્પાદીત થયેલ બિયારણનું ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી પાસે બીજ પ્રમાણની કરાવી રાજયના ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ પુરૂ પાડે છે. બીજનિગમ દ્વારા મુખ્ય પાકો જેવા કે ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ, જીરૂ, બી.ટી કપાસ સહીતના કુલ 24 પાકોની અંદાજે 101 જાતોના બિયારણોનુ ઉત્પાદન કરવામાં આવે છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત નોટીફાઇડ જાતોના બિયારણોનું રાજય બીજ નિગમ દ્વારા મલ્ટીપ્લેકશન કરી પ્રમાણિત બિયારણ ખેડૂતોને વ્યાજબી ભાવે પુરૂ પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

બીજ નિગમનો હેતુ સિદ્ધ થાય તે મુજબ વ્યાજબી ભાવે, ગુણવતા યુક્ત, સમયસર, પુરતું બીજ ઉત્પાદિત કરી વિતરણ કરવામાં આવે છે. જેથી, બીજ નિગમ વ્યાજબી ભાવે પુરતું બીજ પુરું પાડી ભાવ નિયંત્રણ કરવાની ભુમિકા પણ ભજવે છે. રાજ્યના ખેડુતોને ગુણવત્તા યુક્ત સર્ટીફાઇડ બિયારણોનો વધુમાં વધુ જથ્થો બીજ નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવા બીજ નિગમ મારફત લેવાતા બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવા મંત્રીએ સંબંધિતો અધિકારીઓને સૂચના આપી હતી.

તેમણે કહ્યું હતું કે રાજ્ય બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલ જુદા જુદા પાક, જાતોના બીજ ઉત્પાદન કાર્યક્રમમાંથી ઉત્પાદીત થયેલ કુલ ૧,૦૭,૭૭૦ ક્વિ. ગુણવત્તા યુક્ત બીજ જથ્થા જથ્થાનું બીયારણ ખરીફ-2023માં રાજ્યના ખેડૂતોને વિતરણ, વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મગફળી (ડોડવા), મગફળી (દાણા), ડાંગર, મગ, અડદ, સોયાબીન, તુવેર, હા. દિવેલા, હા. કપાસ, મકાઇ, બાજરા, તલ, ઘાસચારા પાકોની જાતવાર ઉપલબ્ધ જથ્થા અંગે મંત્રી  દ્વારા બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે 71,986 ક્વિ. મગફળી, 15062 ક્વિ. ડાંગર, 8328 ક્વિ. સોયાબીન, 9058 ક્વિ. હા.દિવેલા તેમજ 80000 ક્વિ. કઠોળ પાકોના બિયારણનો જથ્થો ખરીફ-23માં રાજયના ખેડૂતોને વેચાણ-વિતરણ કરવા તૈયાર કરવામાં આવશે.

મગફળી પાકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ મળી રહે તેનું આગોતરૂ આયોજન કરવું તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, મગફળી પાકમાં નવી નવી જાતોના વાવેતર કરવા માટે ખેડૂતોની ડીમાન્ડને ધ્યાને લઇ, આગામી વર્ષમાં 10 થી 15% જેટલો વધુ બીજ જથ્થો ઉત્પાદીત થાય તે મુજબ આયોજન કરવામાં આવશે. વધુમાં બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે મુજબ ત્રણ વર્ષનું આગોતરૂ આયોજન કરી સમયમર્યાદામાં બિયારણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarati Video : ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક ફટકો, બિયારણ અને મજૂરી સહિતનો ખર્ચો માથે પડ્યો

મંત્રીએ કહ્યું હતું કે, પ્રમાણિત બિયારણોનો વપરાશ વધે તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી પર વધુ ભાર મૂકવો જોઇએ. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત નોટીફાઇડ જાતોના બિયારણોનું ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા મલ્ટીપ્લેકશન કરી પ્રમાણિત બિયારણ ખેડૂતોને વ્યાજબી ભાવે પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય બીજ નિગમમાં મહેકમ સમયસર ભરાય અને બીજ નિગમમાં બીજ અધિકારી વર્ગ-2ની 41 ટેકનીકલ સ્ટાફની ભરતી તેમજ14 નોન-ટેકનીકલ સ્ટાફ વર્ગ-૩ની ભરતીમાં વધુ ઝડપ આવે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને મંત્રી પટેલે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">